SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ભૂમિકા - જૈન તત્ત્વજ્ઞાન શાશ્વત છે. (૧) ભૂમિકા - જૈન તત્ત્વજ્ઞાન શાશ્વત છે. – જૈન ધર્મના આચારો અને તત્ત્વજ્ઞાન શાશ્વત છે. - વેદ-પુરાણ વિગેરેમાં પણ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનને નમસ્કાર કરેલો છે. – જૈન તત્ત્વજ્ઞાનમાં ભગવાન સર્જક નથી, પણ જ્ઞાયક અને પ્રકાશક વિશ્વ ઉત્પત્તિ અને વ્યવસ્થા : જૈન તત્ત્વજ્ઞાન વિશ્વને એક સુવ્યવસ્થિત વ્યવસ્થા માને છે, જે ચોક્કસ કાર્ય - કારણના નિયંત્રણ હેઠળ સ્વયં સંચાલિત થયા કરે છે. તે કુદરતી વ્યવસ્થા છે. તે જ સર્વોપરિ છે, તે વ્યવસ્થાનો ભંગ થયો નથી અને ક્યારેય થશે નહિ. જૈન ધર્મના સ્થાપક તીર્થંકરભગવાન ધર્મમાર્ગની સ્થાપના સાથે પોતાના કેવલજ્ઞાનમાં જણાવેલ વિશ્વ વ્યવસ્થાના નિયમો જગત સમક્ષ પ્રકાશિત કરે છે. તીર્થકર ભગવાનની સાધના પૂર્ણ થતાં કેવલજ્ઞાન(સંપૂર્ણ જ્ઞાન) થયા પછી સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તે સંઘની પરંપરાથી યાવત્કાલીન સુધી જગતને તત્ત્વજ્ઞાન તેમજ ધર્મના ઉપદેશોનું અને સાધના માર્ગનું આલંબન મળતું રહે છે. તીર્થંકરભગવાન પોતાના પ્રથમ શિષ્ય થનાર શ્રી ગણધર ભગવંતોને વિશિષ્ટ કૃપાના બળે ત્રિપદી આપી ક્ષણમાં સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાતા બનાવે છે, જેને શ્રુતકેવલી કહેવાય છે. તેઓ ૧૨ પ્રકારના-આગમ શાસ્ત્રોની રચના કરે છે, માટે તેને દ્વાદશાંગી કહે છે. તે બારેય આગમશાસ્ત્રોના મૂળસૂત્રોના નિર્યુક્તિ – ભાષ્ય – ચૂર્ણિ – અને વૃત્તિ (ટીકા) એમ ચાર પ્રકારના વિવેચનો હોય છે. મૂળસૂત્રોના સંક્ષિપ્ત અર્થના તાત્પર્યને આ ચાર વિવેચનોમાં વિસ્તૃત અને સ્પષ્ટ કરવામાં આવ્યા છે. મૂળસૂત્ર સહિત તે પાંચ
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy