SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૫) સૂત્ર - ૨૧ - જીવનું કાર્ય ૨૫૯ એક રાજાના રાજ્યમાં પ્રત્યેક વર્ષે આવતા કૌમુદી મહોત્સવમાં રાજા-પ્રજા સ્વેચ્છાએ ઉપવનમાં ક્રીડા કરતાં. તે દિવસે નગરમાં ચોરી આદિ ન થાય તે હેતુથી ઉદ્ઘોષણા કરવામાં આવી કે – રાજા-પ્રજા આદિ સર્વ સ્ત્રી-પુરુષોએ ઉદ્યાનમાં આવવું. કોઈએ તે દિવસે નગરમાં રહેવું નહિ. જે રહેશે તેને પ્રાણદંડ થશે. તે દિવસે બધા ટપોટપ નગરમાંથી નીકળી ઉદ્યાનમાં આવ્યા ખાન, પાન, હીંચકો, ગેડીદડાદિ રમતમાં પડ્યા અને વાતે વળગ્યા. એક શેઠના છ પુત્રો પોતાની વખારમાં બેઠા હતા. તેઓ માલમેળવવામાં અને હિસાબ કરવામાં રહી ગયા. તેઓ બહાર આવ્યા ત્યારે ઘણું મોડુ થઈ ગયું હતું. નગરના તોતીંગ દરવાજા બંધ થઈ ગયા હતા. નગરરક્ષકોએ આવી વ્યગ્ર થયેલા છ ભાઈઓને જોયા. પકડીને પુરી દીધા, અને બીજા દિવસે રાજા પાસે ઉપસ્થિત કર્યા. રાજાને ક્રોધ ચડ્યો અને એ ના વધની આજ્ઞા કરી. રાજાની આજ્ઞા જાણી, છ એ પુત્રોના પિતા દોડતા આવ્યા. પુત્રોની ભૂલ માટે ખૂબ આજીજી કરી, ક્ષમા માગી. પરંતુ રાજા ન માન્યા. શોક વ્યાકુલ થઈ શેઠે પોતાની સર્વસંપત્તિ લઈને પણ પુત્રોની રક્ષા કરવા માગણી કરી અને ખૂબ કરગર્યા. રાજા માન્યા નહિ એટલે પાંચને બચાવવા ઘણી વિનવણી અને પ્રયત્નો કર્યા. છેવટે ૪, ૩,૨ કે ૧ ને બચાવવા વિનવણી કરી. પોતાના કુળનો સર્વથા નાશ ન થાય માટે રાજાને અંતિમ વિનવણી કરતાં અને નગરજનોએ પણ આગ્રહ કરતાં, રાજાએ એક મોટાપુત્રને છોડવા આજ્ઞા કરી. આ દષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે. અહીં રાજાના સ્થાને સમ્યકત્વધારી, બુદ્ધિશાળી, અને શક્તિશાળી મનુષ્ય જાણવો, શેઠના સ્થાને પરમાત્મા, અને તેમના સાધુઓ જાણવા. તે પરમપિતા પરમાત્મા સમાન
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy