SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૪૫) સૂત્ર - ૨૧ - જીવનું કાર્ય ) [ – જીવો પરસ્પર એકબીજાને અનુગ્રહ કરનારા છે. એકબીજાના આધારે જીવે છે. – જીવો પ્રત્યે દયા ભાવ ધારણ કરી શક્ય અંશે બચાવવા તે ઉત્તમ કર્તવ્ય છે. » આપણે સઘળા જીવો, એક પિતાના પુત્રો જેવા ભાઈઓ છીએ. > મોક્ષમાર્ગમાં સર્વોત્તમ ઉપગ્રહ કરનારા શ્રી તીર્થકર ભગવાન છે. તેથી તેઓ સર્વોત્તમ (ઉત્તમોત્તમ) છે. परस्परोपग्रहो जीवानाम् ॥२१॥ અર્થ : જીવો પરસ્પર એકબીજા પર અનુગ્રહ કરે છે. જીવદ્રવ્યનું કાર્ય - સમગ્ર વિશ્વ (અખિલ બ્રહ્માંડ)ના વિજ્ઞાનને સમજવા માટે વિશ્વનાં ઘટકભૂત છ દ્રવ્યોનાં સ્વરૂપ, ગુણધર્મ અને કાર્યો, શ્રી તત્ત્વાર્થસૂત્રના આ પાંચમાં અધ્યાયમાં આપણે જોઈ રહ્યા છીએ. તે પૈકી, ધર્મ, અધર્મ, આકાશ અને પુગલ ચાર દ્રવ્યો વિશે જોયું. હવે આ સૂત્રમાં જીવોનું એકબીજા પ્રત્યેનું કાર્ય શું છે? તે જણાવ્યું છે. જીવો પરસ્પર એકબીજાને અનુગ્રહ (સહાયતા) કરે છે. અહીં એટલું સમજવું કે, ધર્માદિ ૪ દ્રવ્યો સ્વાભાવિક રીતે સહાયક થાય છે. જ્યારે જીવોની પરસ્પર સહાયતા તેવી નથી. પણ તેઓ અનુગ્રહ (લાભ કે નુકશાન કરવાની) બુદ્ધિ વડે, અને શરીર અને ઇન્દ્રિયાદિને આશ્રયીને જ અનુગ્રહ (પરસ્પર લાભ-નુકશાન) કરે છે. અહીં “ઉપગ્રહ’ શબ્દનો અર્થ અનુગ્રહ કર્યો, અને અનુગ્રહનો અર્થ
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy