SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન “ત્વચાના કોષો ચામડીનો સ્પર્શ થયાના માત્ર સંકેતો મગજને મોકલતા નથી પરંતુ સ્પર્શ કરનારી વ્યક્તિ, કે વસ્તુની ભૌમિતિક વિગતો અને આકારની પણ ભાળ મેળવે છે. સ્પર્શ કરાતી વસ્તુના કદની માહિતી આપતા કોષોની સંવેદનશીલતાનો આધાર ત્વચાના અત્યંત સંવેદનશીલ કોષોના લે આઉટ (ફેલાવા) પર છે, જ્યારે આંગળીનું ટેરવું કોઈપણ વસ્તુને ચકાસતું હોય ત્યારે તેની આસપાસના કોષો જે ગણતરીઓ કરતા હોય છે, તેવી જ ગણતરીઓ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો ત્વચાના સ્પર્શના અનુભવો, મગજ સુધી વધુ પૃથક્કરમાં પહોંચે, તેની પહેલાં જ ત્વચામાંના કોષોએ તેનું પૃથક્કરણ કરીને તેની જાણકારી મેળવી લીધી હોય છે. માનવીનું મગજ માત્ર વિચારવાનું કામ કરે છે. તેવી માન્યતા પ્રસરેલી છે તેને હવે વિજ્ઞાનીઓ પડકારી રહ્યા છે.” ભૌતિક દૃષ્ટિએ મનની વિચારણા જોઈ. હવે આત્મિકદષ્ટિએ તેને જોઈએ. માણસને મળેલા મનની ખામી પણ છે અને ખૂબી પણ છે, તે જેવું બનવું હોય તેવું બનવા સ્વતંત્ર છે : જૈનશાસ્ત્રોમાં ફરમાવ્યા મુજબ જીવને મનની પ્રાપ્તિ થવી ખૂબ દુર્લભ છે. દરેક પ્રાણીઓની યોનિઓમાં તેઓને મળેલું મન અમુક નિશ્ચિત ઢાંચાની જેમ વર્તે છે. કુતરો કુતરાની જેમ જ વર્તે છે. ગાય, ભેંસ, ગધેડો વિગેરે સઘળા પશુઓ, પક્ષીઓ, જળચરો દરેકને વિચારવાની અને વર્તન કરવાની એક નિશ્ચિત પ્રકારની જ મનની શક્તિ મળી હોય છે. આ શક્તિ તે તે પ્રકારના પશુઓમાં જાતિસ્વભાવ તરીકે વ્યક્ત થતી જોવાય છે. પશુ અને પક્ષીઓમાં અમુક જાતિની ચમત્કાર પમાડે તેવી શક્તિઓ જોવા મળતી હોવા છતાં, અમુક નિશ્ચિત એક જ સ્વભાવવાળી હોય છે. જયારે માણસનું મન તેવું, એક જ સ્વભાવવાળું નથી. તેની મનની શક્તિ વિચિત્ર છે. તેથી જ માણસો અનેક પ્રકારના સ્વભાવવાળા જોવામાં આવે છે. બીજા પ્રાણીઓને તેની જાતથી તેના સ્વભાવને ઓળખી શકીએ છીએ. જ્યારે માણસને ઓળખવો મુશ્કેલ પડે છે. બધી
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy