SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) સૂત્ર - ૧૯:- મન, અને વિચાર પણ પીદ્ગલિક છે. ૨૨૯ પ્રયોગો કરી સાબિતી મેળવવા પ્રયાસો થાય છે, ત્યારે જણાય છે કે, “આવા ઘણાખરા સિદ્ધાંતો પોકળ છે.” મનુષ્યના શરીરમાં મગજ એક ભારે અગત્યનું અવયવ છે. આ મગજ કેવી રીતે કામ કરે છે ? તે વિષે આપણું જ્ઞાન અલ્પ છે. મગજના અમુક ભાગોમાં થતી ક્રિયાઓને લીધે શરીરના અવયવોનું હલન-ચલન થાય છે. માણસ બોલે છે અથવા આવેશ અનુભવે છે. એ સિદ્ધાંતનું સમર્થન કરવા મગજના નકશાઓ દોરવામાં આવ્યા છે. અને કયા ભાગમાં થતી અસરને લીધે શરીર ઉપર શી અસર થાય છે? તે જણાવવામાં આવ્યું છે. પરંતુ એક જર્મન વિજ્ઞાનીના જણાવ્યા પ્રમાણે “આ બરાબર નથી. મગજના આ વિવિધ ભાગો વીજળીની સ્વીચો જેવા છે. પરંતુ એમની પાછળનું બળ બીજે ક્યાંકથી આવે છે.” મગજની કામગીરી સમજાવવા તેના આંતર મગજ અને બાહ્ય મગજ એવા બે ભાગો પાડવામાં આવ્યા છે. તેને લીધે માણસમાં બે પ્રકારની વિચારવૃત્તિ ચાલુ રહે છે. બાહ્ય મન વાસ્તવિક બાબતોનો વિચાર કરે છે, જ્યારે આંતરમન સંસ્કારોને સંઘરી રાખે છે. આ આંતરમનમાં સંઘરાયેલી વૃત્તિઓ જ માનવીનું ઘડતર કરે છે અને એમાંથી મનુષ્યનું સાચું વ્યક્તિત્વ ઘડાય છે. પરંતુ મગજના આવા ભાગો કે જુદી જુદી શરીરની ક્રિયાઓ માટેનાં કેન્દ્રોનો સિદ્ધાંત માત્ર કલ્પના જ છે. મગજની સરખી જ રચના ધરાવતા બે માનવીઓ લઈએ, તો એક | બનાવ, એ બંનેના મગજ પર જુદી જુદી અસરો પાડે છે. મગજનો અમુક ભાગ માનવીની બુદ્ધિ સાથે સંબંધ ધરાવે છે, એમ અત્યાર સુધી માનવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં એક દર્દીના મગજનું ઑપરેશન કરી મગજનો આ ભાગ કાઢી નાંખવામાં આવ્યો હતો. છતાં પણ એ દર્દીની બુદ્ધિને કશી જ અસર થઈ ન હતી. હા, એ માણસનો સ્વભાવ કરકસરિયો થઈ ગયો હતો. પણ એ બાબતને આ ઓપરેશન સાથે કશો જ સંબંધ ન હતો. આને લીધે માનસશાસ્ત્રીયો હવે માનવા લાગ્યા છે કે, શરીરની અમુક ક્રિયાઓને મગજના અમુક ભાગ સાથે નહિ પણ અનેક ભાગો સાથે સંબંધ છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy