SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) સૂત્ર - ૧૯:- જીવોનાં પાંચ શરીરો... ૨૧૫ - પ્રાચીન કથાઓમાં આવતા અભિમંત્રિત પાણી અને ઔષધની શક્તિ આનાથી સૂચિત થાય છે. - કીલિયન ફોટોગ્રાફીથી આભામંડળની શુદ્ધિ જાણી શકાય છે. સંત, સાધુ, યોગીઓ વિગેરે આધ્યાત્મિક મનુષ્યો અને કુદરતી ચિકિત્સકો આભામંડળમાં પોતાની ઇચ્છા મુજબ ફેરફાર કરી શકે છે અને અન્યમાં સંક્રમિત કરી શકે છે, તેવું કીર્જિયન પદ્ધતિમાં જોવા મળ્યું છે. તૈજસશરીર પછી હવે કામણ શરીર જોઈએ. (૫) કાર્મણ શરીરઃ- જીવે ઉપાર્જન કરેલા શુભાશુભકર્મોનું આવરણ તે જ કાર્પણ શરીર છે. ૮ વર્ગણામાંની છેલ્લી, ૮મી કાર્મણવર્ગણા છે. તેના પુલસ્કંધોને ગ્રહણ કરી આત્મા સાથે એકરસ કરી જીવ કાર્મણ શરીર બનાવે છે. આઠેય વર્ગણાના પુગલસ્કંધો વિશ્વમાં સર્વત્ર વ્યાપ્ત છે. લોકાકાશ (વિશ્વ)માં એવી કોઈ જગા નથી જ્યાં આઠેય વર્ગણામાંથી એકેય વર્ગણાનો પુદ્ગલસ્કંધ વિદ્યમાન ન હોય. આઠેય વર્ગણાઓ એકબીજાની સાથે પરસ્પર મિશ્ર થયેલી હોવા છતાં સ્વયં સ્વતંત્ર અસ્તિત્વવાળી છે. તેઓનું સ્વરૂપ અને કાર્ય પણ સ્વતંત્ર છે. તૈજસની જેમ કાર્મણ શરીર પણ આત્મા સાથે અનાદિકાળથી લાગેલું છે. રાગ, દ્વેષ આદિ ભાવો સંસારી દરેક જીવમાં હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, તેમજ કીડા, માખી, મચ્છર, આદિ સર્વ જીવોમાં પણ અવ્યક્તપણે સદા હર્ષ, શોક આદિની સંવેદનાઓ અવશ્ય વર્તતી હોય છે. તેના કારણે કાર્મણવર્ગણાના પુગલસ્કંધો સદા જીવને બંધાતા રહે છે. પરિપક્વ અવસ્થાને પામેલા જૂના કર્મો આત્માને, સુખ-દુ:ખ, વિગેરે વિવિધવિચિત્ર અનેક પ્રકારની અવસ્થાનો અનુભવ કરાવે છે. આ રીતે પોતાનું કાર્ય બજાવી ખરી પડે છે. આત્મા તે અનુભવોમાં સારા કે ખરાબ પ્રતિભાવરૂપે રાગ-દ્વેષ આદિને આધીન બને તો તે નવા કર્મો ફરી બાંધે છે
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy