SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ (૩૮) સૂત્ર - ૧૯ - જીવોનાં પાંચ શરીરો... ફોટોગ્રાફીની મદદથી લઈ શકાય છે. સેમ્યોન કિલિયન નામના રશિયન વિજ્ઞાનીએ તે પદ્ધતિની શોધ કરી છે. તે મુજબ કોઈપણ સજીવ પદાર્થ પોતાના ભૌતિક શરીરમાંથી અદેશ્ય એવા વિશિષ્ટ તરંગો, કિરણો કે કણો ફેંકે છે. તેને આભામંડળ (Aura) કહે છે. તેઓ મુજબ મનુષ્યનું આભામંડલ વૈશ્વિકશક્તિક્ષેત્ર (Universal Energy Field)નો અંશ છે. અવલોકનો મુજબ તેના વિવિધસ્તરો છે. આગળ આગળના સ્તરો પૂર્વના કરતાં વધુ સૂક્ષ્મ દ્રવ્ય, તથા ઉચ્ચકક્ષાના તરંગોથી બનેલ હોય છે. આ વિભાજન તેઓના સ્થાન, રંગ, તેજસ્વિતા, સ્વરૂપ, ઘનતા, પ્રવાહિતા, અને કાર્યના આધારે કર્યા છે. તે વિભાજનની મુખ્ય બે પદ્ધતિઓ છે. તે અંગેના કેટલાક તારણો સંક્ષિપ્તમાં જોઈએ - – એક પદ્ધતિ મુજબ ૭ સ્તર બતાવવામાં આવ્યા છે. તે પ્રત્યેક સ્તરનો સંબંધ યોગવિદ્યામાં આવતા ૭ ચક્રો સાથે છે. – આ બધાં મુખ્ય ચક્રો, પેટા ૨૧ ચક્રો અને અન્ય સૂક્ષ્મ ચક્રો, તથા એક્યુપંચરના બધા જ બિંદુઓ (Points) આભા મંડળની શક્તિને વહન કરવાના દ્વાર સમાન છે. - આ ચક્રો દ્વારા જ આભામંડળના એક સ્તરથી બીજા સ્તર સુધી શક્તિનું વહન થાય છે. - શક્તિપ્રવાહ ઓછો કે અસમતુલન બને તો તંદુરસ્તી જોખમાય છે, અને માંદગી / રોગ પેદા થાય છે. - દરેક મુખ્ય ચક્રોના અલગ અલગ રંગ જોવામાં આવ્યા છે. - આભામંડળ અથવા જૈવિક વીજચુંબકીયશક્તિ, તે આપણા ભૌતિક શરીર અને મગજના પ્રત્યેક ભાગ / કોષની આસપાસના વિદ્યુત ભારાન્વિત પ્લાઝમા (ionised Plasma)માં થતી પ્રક્રિયાઓના પરિણામે ઉત્પન્ન થતી ક્ષેત્રીયશકિત (field energy) છે, તે આભામંડળ તરીકે દેખાય છે. - નિર્જીવ પદાર્થોમાં આભામંડળ ૨% જ ફેરફાર પામી શકે છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy