SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન શંકાનું સમાધાન કરવા માટે અન્ય ક્ષેત્રોમાં રહેલા સર્વજ્ઞ શ્રી તીર્થંકર ભગવાન પાસે જવા માટે, કે એવા કોઈ કારણે આ વિશિષ્ટકોટિના, અને એકહાથ જેટલા પ્રમાણવાળા શરીરની રચના કરે છે. આ શરીરવડે ભગવાન પાસે જઈ શંકાનું સમાધાન મેળવી, અંતર્મુહૂર્તમાં કાર્ય પૂરું થયે આ શરીર વિખરાઈ જાય છે. આવા વિશિષ્ટ શરીરરચના માટેના પુદ્ગલસ્કંધોની, આ એક સ્વતંત્ર અને અલગ વર્ગણા છે. હવે ચોથા ક્રમે તૈજસશરીરને વિચારીએ. (૪) તૈજસશરીર :શરીરની ગરમી અને ખોરાકનું પાચન વિગેરે તૈજસ શરીરનું કાર્ય છે - મુગલસ્કંધોની ૮ વર્ગણા પૈકીની ૪થી તૈજસ-વર્ગણાના પુગલસ્કંધોમાંથી આ શરીરની રચના થાય છે. કર્મસહિતના દરેક સંસારી જીવને આ શરીર હોય છે. આ શરીર જીવની સાથે અનાદિકાળથી જોડાયેલું (એકરસ થયેલું) છે. તૈજસશરીરના જૂના પુદ્ગલસ્કંધો ખરી પડે છે અને નવા પુલસ્કંધો જોડાતા જાય છે. પણ સર્વથા તૈજસશરીરના સંબંધનો અંત સંસારી અવસ્થા હોય ત્યાં સુધી થતો નથી. તૈજસશરીરનું આત્મા સાથે જોડાણનું મૂળકારણ આત્માના કર્મો છે. તૈજસનામકર્મ નામના કર્મપુદ્ગલો સતત આ શરીરનું જોડાણ જાળવી રાખે છે. બીજા સઘળા શરીરોના જોડાણમાં પણ મૂળ કારણ આત્માના કર્મપુદ્ગલો જ છે. જીવ અન્યગતિમાંથી ઉત્પન્ન થાય ત્યારે ઔદારિક, કે વૈક્રિય શરીરની પ્રારંભિક રચના કરવામાં, અને તે પછી સતત શરીરની વૃદ્ધિ વિકાસ કરવાનું અને ઘસારો થતાં નવા પુદ્ગલસ્કંધો (ગ્રહણ કરેલો ખોરાક)ને પરિણમાવવાનું (એટલે એકરસ થવાને યોગ્ય બનાવવાનું) કાર્ય તૈજસ શરીર કરે છે. દા.ત. મુખદ્વારા જે કોળિયો લેવાય છે, તે કવલાહાર છે. તેના દ્વારા પુદ્ગલસ્કંધો શરીરમાં ગ્રહણ થાય છે. તે જઠર, આંતરડા, આદિ પાચનતંત્રમાં જાય છે. તેમાંથી સારભૂત પુદ્ગલસ્કંધોને શોષીને એકરસ
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy