SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) સૂત્ર - ૧૯ - જીવોનાં પાંચ શરીરો (૨) વૈક્રિય શરીર-દૈવી શરીર ૨૦૭ નરક અને દેવના જીવોનું જન્મથી પ્રાપ્ત થતું (ભવધારણીય) વૈક્રિયશરીર જીવનપર્યન્ત હોય છે. તેઓ બીજું (ઉત્તર) વૈક્રિયશરીર પણ બનાવી શકે છે. આ ભવ કે પૂર્વભવની સાધનાથી ઉપાર્જન કરેલા વૈક્રિયલબ્ધિના પુણ્યકર્મના પરમાણુંઓના પ્રભાવથી ચક્રવર્તિ, વાસુદેવ, મુનિપ્રવર વિગેરે વિશિષ્ટ ઉત્તમ જીવો, તેમજ શ્રાવક, સામાન્યગૃહસ્થ અને પશુઓને પણ, મૂળ ઔદારિક શરીર ઉપરાંત, આવું ઉત્તરવૈક્રિયશરીર બનાવવાની શક્તિ પ્રાપ્ત થાય છે. - પુણ્યાનુબંધી પુણ્યથી મળતું દેવજન્મનું વૈક્રિયશરીર સાધના માર્ગની મુસાફરીમાં વિસામા જેવું છે : દેવગતિ અને તેમાં પ્રાપ્ત થતુ વૈક્રિયશરીર બાલતપ, અકામનિર્જરા વ્રતપાલન, સરાગસંયમ આદિ, તેમજ અલ્પસત્કર્મોથી પણ પ્રાપ્ત થતું હોય છે. અનિચ્છાએ પરાધીનપણે, છતાં બદલો લેવાની વૃત્તિ વિનાના કંઈક અંશે સમતાભાવથી જે કોઈ જીવો દુઃખ સહન કરે છે, તેઓને અકામનિર્જરા અને પુણ્ય ઉપાર્જન થાય છે. મોટે ભાગે પશુયોનિના અસંખ્યાતા જીવો દુઃખ સહન કરી આવા પ્રકારની અકામનિર્જરાથી દેવભવ અને વૈક્રિયશરીર પ્રાપ્ત કરે છે. વિશ્વના સઘળા જીવોએ આ સંસારમાં અનેક જન્મ-મરણો કરતાં આવા પ્રકારની અકામનિર્જરાથી અનેકવાર દેવજન્મ પ્રાપ્ત કરી લીધો છે. પરંતુ, સર્વજ્ઞકથિત તત્ત્વની રૂચિ, તેમજ શરીર અને આત્માના ભેદજ્ઞાન વિનાનો દેવજન્મ પૂરો કરે છે. આત્મભાન ભૂલીને આસક્તિપૂર્વક દિવ્યસુખોને ભોગવી પુણ્યકર્મ ખાલી થઈ જતાં ફરી પશુયોનિમાં જીવ પરિભ્રમણ કર્યા કરે છે. શરીર અને આત્માનું ભેદનું જ્ઞાન થવાથી, તત્ત્વજ્ઞાનના શુદ્ધબોધપૂર્વક, શ્રીતીર્થંકર-ભગવાનના વચનને અનુસરનાર ગીતાર્થગુરુની આજ્ઞાના નિયંત્રણ પૂર્વક, જે જીવો ધર્મના આચારોનું પાલન કરે છે. તેવા આત્માઓ સર્વકર્મોથી મુક્ત બની સર્વપ્રકારના શરીરરહિત બની શકે છે. આવા જે આત્માઓ એક જન્મમાં સાધના પૂરી કરી સર્વકર્મ અને સર્વશરીરોથી રહિત
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy