SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન જીવનને અંતે તે પુદ્ગલો આત્મા પરથી ખરી પડવા દ્વારા પૂરા થાય છે. ત્યારે તુરંત તે જીવનું શરીર છૂટી જાય છે. એટલે કે જીવ શરીર છોડી દે છે. તે પૂર્વે જીવે નવાજવા માટેનું આયુષ્ય કર્મ ઉપાર્જન કરી લીધું હોય છે. ચાલુભવનું આયુષ્યકર્મ પૂરું થતાં જ, નવા ભવનું બાંધેલું આયુષ્યકર્મ ઉદયમાં આવે છે. તેની સાથે, તે આયુષ્યને અનુસરનારા અન્ય પણ સત્તામાં રહેલા કર્મો પરિપાક પામે છે. તે કર્મો ઉદયમાં આવવાથી તે મુજબની યોનિ, ગર્ભ કે, બીજ આદિમાં જીવ પ્રવેશ કરે છે. પૂર્વના ભવનું જે શરીર છોડે છે તે ઔદારિક, કે વૈક્રિય હોય છે. આ બે શરીરો જ મૃત્યુ, કે ચ્યવન (દવો અને નરકોના મૃત્યુને ચ્યવન કહે છે.) થતાં બદલાયા કરે છે. આ રીતે પૂર્વનું શરીર છોડીને જીવને અન્ય સ્થળે અન્યગતિમાં લઈ જનારું ‘આનુપૂર્વી નામકર્મ એ નામનું કર્મ હોય છે. વચ્ચેના અંતરાલમાં તે કર્મ ઉદયમાં આવે છે. જીવને તે અન્યગતિમાં લઈ જાય છે. વચ્ચેના અંતરાલમાં જીવ સાથે તૈજસ અને કાર્પણ શરીર આ બે શરીરો જ હોય છે. કાર્પણ શરીર તે, જીવ પર લાગેલા ૮ પ્રકારના શુભાશુભ કર્મો છે. પૂર્વના શરીરને છોડી, આ બે શરીરની સાથે પ્રયાણ કરી જીવ તે સ્થળે, તે યોનિ, કે બીજ વિગેરેમાં આવે છે. જીવસ્વયં અરૂપી છે. તેની સાથે જોડાયેલું તૈજસશરીર (તેજપૂંજ, તેજોમય આવરણ, કે વિદ્યુતમય શરીર) અને કાશ્મણ શરીર જીવની સાથે હોય છે. તે પદ્ગલિક હોવાછતાં સૂક્ષ્મપરિણામી હોવાથી અદશ્ય અને વજન રહિત હોય છે. પોતે જે યોનિ, કે બીજ આદિના માળખામાં પ્રવેશ કરે છે તે સ્થૂલ, એટલે કેદશ્ય અને વજન સહિત હોય છે. તો સૂક્ષ્મશરીરી જીવ, સ્થૂલ બીજસાથે પોતે એકરસપણાથી કેવી રીતે જોડાય છે? તે પ્રશ્ન ઉદ્ભવે. તેનું સમાધાન એ છે કે, ઉત્પત્તિના પ્રથમ સમયે જીવ એક વિશિષ્ટ પ્રયત્નવડે, જેને “ઓજાહાર' કહે છે, તેના વડે આસપાસમાંથી પોતાને જે શરીર બનાવવાનું છે તે વર્ગણાના (ઔદારિકકે વૈક્રિય) પુદ્ગલોને ગ્રહણ કરીને, આત્મા સાથે એકરસ કરીને, તે તે યોનિના માળખામાં શરીર રચના કરવાનો પ્રારંભ કરે છે. આ પ્રસંગે જીવના ત્રણ પ્રકારના આહાર સમજી લઈએ.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy