SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) સૂત્ર - ૧૭ :- આગમ અને તર્ક ૧૭૯ પામ્યું એમ કહી શકે તેમ નથી, અને કોઈપણ સિદ્ધાંત નવા સત્યના પ્રકાશમાં વધુ એકવાર અવલોકન માગી લે છે. પાશ્ચાત્યો જે શોધખોળ કરે છે તે જ્યાં સુધી માનવના જ્ઞાનની મર્યાદા છે ત્યાં સુધી બધી શોધખોળોના પરિણામો હંમેશાં સાચા જ હોતાં નથી. વિજ્ઞાનની પદ્ધતિનો લાક્ષણિક ગુણ એ છે કે, તે હંમેશાં પ્રાયોગિક સત્ય સાથે સંબંધ ધરાવે છે. વિજ્ઞાન એ કાંઈ સત્યનું અંતિમ નિર્ણયસ્થાન નથી. આધુનિક વિજ્ઞાનના સિદ્ધાંતો હંમેશાં બદલાતા રહે છે. વિજ્ઞાન હંમેશાં ઢંઢેરો પીટીને કહે છે કે ‘અમે હંમેશાં સારી અને વધારે પૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારી અજ્ઞાનતાનો વિસ્તાર કેટલો મોટો છે !' The World in Modern Science માં Leopold Infeld કહે છે કે, “વિજ્ઞાન દ્વારા શોધાયેલું સત્ય આપેક્ષિક છે. સંપૂર્ણ નથી. કોઈ પૂછે કે જે વાસ્તવિકતાઓ આપણી આસપાસ છે, તેને પ્રગટ ન કરી શકે તો વિજ્ઞાનની કિંમત શું ? હંમેશાં બદલાતા સિદ્ધાંતોમાંથી આપણે જે વિશ્વમાં રહીએ છીએ તેની સાચી રૂપરેખા અમે કેવી રીતે સમજી શકીએ ?” વિજ્ઞાન આ પ્રશ્નનો જવાબ આપવા નિષ્ફળ નીવડ્યું છે. સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જેમ્સજીને ‘મીસ્ટીરિયસ યુનિવર્સ' (રહસ્યપૂર્ણ વિશ્વ)માં કહ્યું છે કે, “Science should leave off making pronouncement, the river of knowledge too often turned back on it self” (વિજ્ઞાને નિત્ય નવી ઘોષણા કરવાનું છોડી દેવું જોઈએ, કારણ કે જ્ઞાનની સરિતા ઘણીવાર પોતાના મૂળસ્રોત તરફ પાછી વળી છે.) કહેવાનું તાત્પર્ય એ છે કે, એક બાજુ આપણે નવી નવી શોધોની જાહેરાત કરીએ છીએ, જ્યારે બીજી બાજુ આપણી મૂળભૂત માન્યતાઓ અંગે નવેસરથી વિચાર કરવો પડે એવી સ્થિતિ પેદા થઈ છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy