SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સિંહના બળને સામાન્ય પશુઓ ન પહોંચી વળે. ભૂરિભૂષણ નામનું એક વન હતું. તે વનમાં કૃષોદર નાનો એક સિંહ રહેતો હતો. બીજા વનના પશુઓ શિયાળ, ડુક્કર, હરણ, સસલા વિગેરે સેવકની જેમ તે સિંહને સેવતા હતા. એકવાર રાત્રિને વિષે વાદળોની ગર્જનાથી વરસાદ વરસીને શાંત રહ્યો. ત્યારે તે પુનમની રાત્રિએ એક કુવામાં પૂર્ણિમાના ચંદ્રનું પ્રતિબિંબ જોયું. પવનથી પાણી હલવાથી ચંદ્રના પ્રતિબિંબને ધ્રૂજતો જોઈ શિયાળ આદિ પશુઓએ સિંહ પાસે જઈ વિનંતિ કરી - હે નાથ ! હાલમાં આકાશનું ઉદર ફૂટી ગયું અને તેનાથી ચંદ્ર બિચારો કૂવામાં પડી ડૂબી ગયો છે. તેથી ભયથી વારંવાર પૂજે છે. કંપે છે - ત્યારે સિંહે તે બતાડવા કહ્યું – ક્યાં છે ચંદ્ર અને કયા કૂવામાં પડી ગયો છે? - શિયાળાદિ પશુઓ આગળ ચાલ્યા અને પાછળ સિંહ ચાલ્યો. કૂવાને કાંઠે આવીને ચંદ્રને દેખાડ્યો. તે જોઈ સિંહ વિચારે છે અહો ! આ બધા મૂર્ખાઓ છે. પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ જોઈને તેઓ ડૂબી ગયેલો ચંદ્ર માને છે - પછી સિંહે બધાને કહ્યું તમારામાંથી એક જણ મારું પૂંછડું પકડી કૂવામાં ઉતરી અને પાણીને વલોવી નાખો એટલે ચંદ્ર બહાર નીકળી જશે. - તે રીતે કરવાથી અને પછી કુવામાં જોવાથી ચંદ્ર દેખાયો નહિ. સિંહે આકાશમાં ચંદ્રને જોવા કહ્યું તો આકાશમાં ચંદ્ર દેખવાથી સર્વેને સંતોષ થયો. પછી સિંહે શિયાળને પોતાના બળથી પૂંછડાવડે બહાર કાઢ્યું. સર્વે સ્વસ્થાને ગયા. વળી ફરી એકવાર પૂર્ણિમાના દિવસે ગર્જનાથી વરસાદ પડ્યો અને ફરી ચંદ્રને કુવામાં પડેલો જોયો. શિયાળે વિચાર્યું સ્વામીનું શું કામ છે? ચંદ્રમાને કેવી રીતે બહાર કાઢવો એ હવે અમોને બરાબર સમજાઈ ગયું છે. એક પૂંછડું લાંબુ કર્યું અને બીજો તેનું પૂંછડું પકડી જેટલામાં કૂવામાં પેસે છે. તેટલામાં જ ભાર સહન નહિ કરવાથી, તે અને ઉતરનાર બંને કૂવામાં પડી મરણ પામ્યા. અહીં તાત્પર્ય એ છે કે સિંહના બળને સામાન્ય પશુઓ પહોંચી ન વળે. (કુદરતની સુવ્યવસ્થિત વ્યવસ્થાના અતીન્દ્રિય સિદ્ધાંતોને સર્વજ્ઞ વિના કોઈ ન સમજાવી શકે.)
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy