SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વિજ્ઞાનની તદન નવી શાખાને આકાર આપે છે. (The out line for boys and girls and their parents-Dr. Johnbaker) અમીબા જેવા એક કોષીય જંતુથી માંડી જટિલ રચનાવાળા મનુષ્ય વિગેરે છે. તેઓ આવા કરોડો કોષોના બનેલા છે. તેઓ પણ તેવું જ ચૈતન્ય ધરાવે છે. તેથી આત્મા દરેક કોષોમાં અવશ્ય વ્યાપેલો છે, એટલે કે આખા શરીરમાં વ્યાપેલો છે. જગદીશચંદ્રબોઝના પ્રયોગો વનસ્પતિમાં ચૈતન્યસિદ્ધ કરે છે : રાસાયણિક અને વિદ્યુત ઉત્તેજક બિંદુ (stimulus point)ની અસર તળે વનસ્પતિનું પ્રોટેપ્લાઝમ (કોષમાં રહેલું પ્રોટીન) સંકોચનનો નોંધપાત્ર ગુણધર્મ ધરાવે છે. તેમજ તે પ્રતિક્રિયા આપે છે, તે વિષે જગદીશચંદ્ર બોઝે પ્રયોગો કર્યા. તે પ્રયોગો વનસ્પતિમાં પણ ચૈતન્ય છે, તે સંકોચન પામે છે અને તેના આખા શરીરમાં તે વ્યાપ્ત છે, તેમ સિદ્ધ કરે છે. તે પછીના થયેલા સંશોધનો વનસ્પતિમાં હર્ષ, શોક, ક્રોધ, ભય વિગેરેની લાગણીને પણ સિદ્ધ કરે છે. સૂરિ “રામ”ની એવી વાણી, જૈન તત્ત્વજ્ઞાનની ખાણી. આત્મા મરતો નથી. આત્મા તો હતો, છે અને રહેવાનો છે. અહીંથી મર્યા એટલે બધો ખેલ ખલાસ થઈ જતો હોત તો, જ્ઞાનીઓ ધર્મનો આવો ઉપદેશ આપત જ નહિ. આત્માની અશુદ્ધિ તે સંસાર, આત્માની શુદ્ધિ તે મોક્ષ. મોક્ષમાં જવાનો નિર્ણય કરવો - એનું નામ એકડો આ લક્ષ્ય વિનાની બધી જ ધર્મક્રિયાઓ એકડા વગરના મીંડા જેવી (200) –
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy