SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પૂર્વથી ૮૪ લાખ પૂર્વ (૧ પૂર્વ = ૮૪ લાખ ૪ ૮૪ લાખ વર્ષ = ૭૦૫૬૦ અબજ વર્ષ) જેટલું, અને મનુષ્યોના શરીરની ઊંચાઈ ઘટીને ૫૦૦ ધનુષની (૧ માઈલ = ૧૦૦૦ ધનુષ, તેથી ૫૦૦ ધનુષ = Oા માઈલ, આશરે ૮૦૦ મીટર) થાય છે. આ સમયે ૧૪ કુલકરો (વિધિ ન્યાય પ્રવર્તકો) જન્મે છે. તેની પછી ત્રીજા આરાના છેડે ત્રણ જ્ઞાન સહિત તીર્થકરના જીવનો જન્મ થાય છે. તે પ્રથમ રાજા બને છે. કલ્પવૃક્ષો લુપ્ત થવાથી રાજા અવધિજ્ઞાનની શક્તિથી પોતાનો આચાર જાણી, પુરુષની ૭ર કળા અને સ્ત્રીની ૬૪ કળારૂપ સંસ્કૃતિ શીખવે છે. તે પછી અસિ, મષિ, કૃષિના વ્યવહારો અને રાજ્યવ્યવસ્થા આદિ શરૂ થાય છે, ત્યારથી તે કર્મભૂમિ. કહેવાય છે. અહીંથી સંસ્કૃતિનો પ્રારંભ થાય છે. પ્રથમ તીર્થંકર અવધિજ્ઞાન દ્વારા પોતાનો દીક્ષાકાળ જાણી સ્વયં દીક્ષા અંગીકાર કરે છે. ઘાતી-કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન (સર્વજ્ઞપણાને) પામે છે. ધર્મતીર્થની સ્થાપના કરે છે. ત્યારથી ધર્મનો પ્રારંભ થાય છે. ભગવાને બતાવેલા ધર્મને યથાર્થસ્વરૂપે સમજી તેને આચરણમાં મૂકી સંખ્યાત, અસંખ્યાત જીવો ધર્મની આરાધના કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. ભગવાને કહેલા સ્યાદ્વાદમય ધર્મના કોઈ એક એક અંશોને લઈને, અને પોતાની મતિ અનુસાર અલગ સ્વતંત્ર મતો-દર્શનો પ્રવર્તે છે. આ અવસર્પિણીના પ્રથમ તીર્થંકર, શ્રી ઋષભદેવ ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે ત્રીજા આરાના ૩ વર્ષ ૮ મહિના બાકી હતા. ચોવીસમા તીર્થકર ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે, ૪થા આરાના ૩ વર્ષ અને ૮ાા મહિના બાકી હતા. એટલે કે, ૩જા આરાના છેડે ૧લા તીર્થકરનો જીવનકાળ અને તે પછી, ૪થા આરામાં ૧લા તીર્થકરનું ધર્મશાસન અને બાકીના ર૪ તીર્થકર થયા. તે પછી પાંચમો આરો શરૂ થયો. આ રીતે દરેક કાળચક્રમાં ર૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ ૯-૯ વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળદેવ, એમ ૬૩ ઉત્તમ પુરુષો થાય છે. ચોથા આરાનું માપ ૪૨000 વર્ષ ઓછા એવા ૧ કોટાકોટી (૧૦૫)
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy