SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન લોખંડના ગોળાને કોઈ દેવ જોરથી આકાશમાં ઉછાળે, તે લોઢાનો ગોળો સતત પડતો પડતો છ માસ, છ દિવસ, છ પ્રહર, છ ઘડી અને છ સમયમાં જેટલો નીચે આવે ત્યાં સુધીનું માપ એક રાજ કહેવાય. ] લોકાકાશ = ૧૪ રાજલોકનું વર્ણન: જૈન તત્ત્વજ્ઞાનમાં પરિમિત લોકાકાશ ૧૪ રાજલોક પ્રમાણ (અસંખ્ય યોજન) ઊંચાઈમાં છે, અને પહોળાઈમાં ઉપરથી નીચે સુધી, વધતા ઘટતા અને વધતા એવી રીતના પ્રમાણવાળું છે. એટલે કે, કેડે હાથ દઈને ફુદડી ફરતા માણસના આકાર સમાન છે. આ સઘળી રચના શાશ્વતી-અનાદિ અનંત છે, જે વિગતવાર (પૃ. ૧૩૫) ચિત્ર દ્વારા સમજી શકાશે. ઉર્વલોક :- ચિત્રમાં લોકાકાશના ૩ વિભાગ ઉર્ધ્વલોક, મધ્ય (તિ૭) લોક અને અધોલોક છે. ઉર્ધ્વ લોકમાં સૌથી ટોચે શ્રી સિદ્ધશિલા ઉપર મોક્ષગતિને પામેલ પરમશુદ્ધ, અવિનાશી અરૂપી સિદ્ધિગતિના અનંતા શ્રી સિદ્ધ પરમાત્માઓ છે. તેની નીચે વૈમાનિક ૧૨ દેવલોક વિગેરે છે. મધ્યલોક:-મધ્યલોકમાં મધ્યે થાળી જેવો ગોળ જંબુદ્વીપ છે. તેની ય મધ્યમાં મેરૂપર્વત છે. એટલે સર્વ મધ્યલોકનીય મધ્યમાં થશે તે થાળી જેવા મેરૂપર્વતની ફરતે વલય (બંગડી) આકારે અસંખ્ય દ્વીપસમુદ્રો છે. મનુષ્ય, પશુ, તેમજ (દેવગતિના ૪ પ્રકાર મધ્યે વૈમાનિક સિવાયના ૩, ભવનપતિ, વ્યંતર, અને જ્યોતિષ) ૩ પ્રકારના દેવો છે. જ્યાં સમુદ્રો છે ત્યાં જલચર પ્રાણીઓ વિગેરે છે. આ સઘળું મધ્યલોકમાં છે. અધોલોક - અધોલોકમાં ૭ નરક છે. આ લોકાકાશરૂપી વિશ્વમાં ૪ ગતિમાં શુભાશુભ કર્મ મુજબ જીવો જન્મ, જીવન, મરણ વિગેરે અનુભવે છે. જે જીવો શુભાશુભ સર્વકર્મ રહિત થાય તેઓ વિશ્વની ટોચે સિદ્ધશિલા પર અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર (આત્મિક સુખ) ગુણ સંપન્ન હોય છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy