SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ જૈન તત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ૧૯૬૯) એ તેને “Quark” (ક્લાર્ક) નામ આપ્યું. આ ક્લાર્કની પણ અનેક જાતિઓ છે. ૧૮ એપ્રિલ ૧૯૯૦ The Time (U.S.A.) ના અહેવાલ મુજબ તેના (કવાર્કના) પણ ટુકડા કરવા શક્ય બન્યા છે, પરંતુ તેને નિરખવા સમર્થ થઈ શક્યા નથી. Elementry Particles ના અભ્યાસ માટે Texasમાં દુનિયાનું સૌથી મોટું ઉપકરણ છે (૧૮ સપ્ટે.૯૨ Times of India'માં “Superconducting Super collider’ના શીર્ષક તળેના અહેવાલ મુજબ) બાવન માઈલના બોગદામાં પ્રકાશની ગતિવાળા અણુશસ્ત્રો વડે ક્લાર્કને તોડવાની યોજના બનાવાઈ હતી, જોકે તે યોજના સફળ ન થતાં મુલતવી રહી હતી. (The time USA નવે. ૧૯૯૩ મુજબ) એક માન્યતા મુજબ બોટમક્વાર્થ માનેલો છે. તે એક પીકોસેકન્ડ (૧ સેકંડના ૧૦ હજારમાં ભાગના અબજમા ભાગ જેટલો કાળ) સુધી જીવંત રહ્યો. આ સઘળી વસ્તુ, અણુના કોઈ પ્રદેશ હોતા નથી તે વાત તરફ દોરી જતા સંકેતો છે. આપણે પૂર્વે વ્યાવહારિક પરમાણું અને નૈશ્ચયિક પરમાણુંની વ્યાખ્યા જોઈ. (જુઓ પૃ-૪૪) તે જૈન તત્ત્વજ્ઞાનની સૂક્ષ્માતિસૂમ વસ્તુને વર્ણવવાની ક્ષમતાને સૂચવે છે. વ્યાવહારિક પરમાણુ સુધી પણ પ્રયોગો દ્વારા કયારેય ન પહોંચી શકાય. કારણકે તે વ્યાવહારિક પરમાણુંની વ્યાખ્યામાં જ જણાવ્યું છે કે તીવ્ર શસ્ત્રવડે પણ તેના બે ભાગ થઈ શકે નહિ. આ રીતે જોતાં Elementry Particles માટેની વિજ્ઞાનની શોધ વ્યાવહારિક પરમાણું સુધી પણ પહોંચવા સક્ષમ ન થઈ શકે. ઇલેક્ટ્રોન, પ્રોટોનના પણ નાના કણો (Quark) છે, અને તેને પણ તોડી શકાય છે. તે આ વસ્તુને બતાવે છે. સૂમથી માંડી વિશાળ કોઈપણ પુદ્ગલપદાર્થમાં, વર્ણાદિ-૪ ગુણો અવશ્ય હોય જ: નૈશ્ચયિક પરમાણુ અતિસૂક્ષ્મ છે. વ્યાવહારિક પરમાણું તેવા
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy