SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ધર્માસ્તિકાયને ગ્રીક તત્ત્વજ્ઞાનીઓ વિશ્વરચનામાં જરૂરી માનતા હતા :- ઈથરની માન્યતા : ૯૬ Anaxagoras એ તેના ગ્રંથ On Nature માં (ઈ.સ. પૂર્વે ૪૫૦)માં પશ્ચિમ વિશ્વમાં સૌપ્રથમ ગતિ માટે જરૂરી માધ્યમનો વિચાર પ્રસ્તાવિત કર્યો, અને તેને સર્વ પરિવર્તનનોનું કારણ કહ્યો. એરિસ્ટોટલે તેને ઈથર કહ્યું. ડૉ. જે. ડબલ્યુ મેલરના ગ્રંથમાં નીચે મુજબ છે. "Aristotle added a fifth element aether more divine than the others (earth, water, air & fire) and which pervaded all things and was in perptual motion. The ancient phillosphers also had a fifth element which in their system, was wrongly supposed to be a medium for propagating sound etc and which, in consequence had something in common with modern concept of an aether pervading all space" (Inorgainc & Theortical chemistry by J.W. Mellor) Vol. IP - 33 (એરિસ્ટોટેલે પાંચમું તત્ત્વ ઉમેર્યું જે બીજા (પાણી, પૃથ્વી, વાયુ, અગ્નિ) કરતાં વધુ અલૌકિક અને સર્વે વસ્તુમાં વ્યાપક હતું. નિત્યગતિમાં હતું. પ્રાચીન હિન્દુતત્ત્વજ્ઞાનીઓ પણ પાંચમું તત્ત્વ માનતા હતા. જે ખોટી રીતે શબ્દ ફેલાવવા માટેનું માધ્યમ તરીકે માનેલું, તેથી ઈથરના વિચારની સાથે સહિયારું થયું.) Huyghens એ ઈથરની માન્યતા સમજાવી છે. વજન રહિત પારદર્શક માધ્યમ, જે સંપૂર્ણ વિશ્વમાં વ્યાપ્ત છે. (The world in modern science page - 30) ભૌતિક માધ્યમમાં ઈથર પ્રવેશ પામેલું છે. જેવી રીતે વૃક્ષના પાંદડા હવાથી ઘેરાયેલા છે. ઘણે ભાગે તે જ રીતે સ્કંધોની આસપાસ ઈથર છે. વિજ્ઞાન ઈથરને અણુઓનું બનેલું માને તો, તેમને તે બે અણુઓની વચ્ચેનું ખાલી માધ્યમ પડે તેનો સ્વભાવ શું માનવો તે સમસ્યા આવી પડે છે. કારણ કે તે ખાલી જગ્યામાં આકાશ હોય, તેમ માનો, તો તે આકાશમાં ક્રિયા કેવી રીતે શક્ય બને ? શકય ન બને. માટે ઈથરને બિનઅણુમય અખંડસ્વરૂપનું માન્યું. વિજ્ઞાન ઈથરને અખંડ દ્રવ્ય માને છે. જૈન તત્ત્વજ્ઞાનમાં
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy