SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાનીઓ અણુના વિભાજન કરતાં કરતાં હજારો અને લાખોગણા ભાગ કરીને કવાર્ક કે ગોડપાર્ટીકલ જેવા સૂક્ષ્મ-ભાગને મેળવી પરમાણુ મળ્યાનો દાવો ભલે કરતા હોય, જૈન શાસ્ત્ર વર્ણવેલા “પરમાણુથી તેઓ દૂરને દૂર છે એ રહેશે. કારણ કે એને શોધવો, જોવો એ છદ્મસ્થ (સર્વજ્ઞ) જીવોની શક્તિ બહારનું છે. એટલે આજનું વિજ્ઞાન હજુ ઘણી મોટી હરણફાળ ભરી શકે એ શક્ય છે પરંતુ તે જૈન શાસ્ત્રકથિત સર્વજ્ઞ પ્રરૂપિત સિદ્ધાંતોને આંબી શકે. એ અશક્ય જ છે. આવા તો કેટલાય દષ્ટાંતો આપી શકાય. આ પુસ્તકના પ્રણયનનો આશય પણ જાણવા જેવો છે. તપાગચ્છાધિરાજ પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન સંસારી અવસ્થામાં ડૉક્ટર રહેલા અને દીક્ષા લઈ સુંદરતમ અંતર્મુખ જીવન જીવી પરમગુરુદેવેશની વરદનિશ્રામાં પ્રવર નિર્ધામણા પામી સમાધિપૂર્વક કાળધર્મને વરેલા મુનિરાજ શ્રી દર્શનભૂષણવિજયજી મહારાજના સંસારીપણે સુપુત્ર ડૉ. ધીરૂભાઈના બે પુત્રો પરમતારકશ્રીજીનાં પ્રવચનોના શ્રવણે એજીનીયરીંગની પદવી છોડી દીક્ષિત બન્યા અને તેઓ આજે પંન્યાસશ્રી દિવ્યકીર્તિવિજય ગણિવર તથા પંન્યાસશ્રી પુણ્યકીર્તિવિજયજી ગણિવરના નામે સુંદર આરાધના પ્રભાવનાદિ કરી-કરાવી શ્રેય સાધી રહ્યા છે. આ મુનિવરો વિજ્ઞાનશાખાના સંસ્કારોમાં જ ત્રણ-ત્રણ પેઢીથી ઉછરેલા હોઈ વિજ્ઞાનના આટા-પાટાના સારા જાણકાર છે, અહીં આવ્યા બાદ મહાવિજ્ઞાની પ્રભુશ્રી મહાવીરસ્વામીએ દર્શાવેલા આત્મવિજ્ઞાનના પણ ઠીક ઠીક અભ્યાસી બન્યા છે. એના કારણે એમણે જે તુલનાત્મક અભ્યાસ દ્વારા સર્વજ્ઞશાસનની મહાશ્રેષ્ઠતા જાણી, માણી તેનાથી જ પ્રેરાઈ વિજ્ઞાનની એકાંતે અંધભક્તિથી પ્રેરાઈ વિજ્ઞાનવાદના ઘોડાપૂરમાં તણાનારા અને જાણ્યા-અજાયે વીતરાગ સર્વજ્ઞપ્રભુના મહાસાસની ઉપેક્ષા-આશાતના-અવહેલનાદિ દ્વારા કર્મબંધન-ભવભ્રમણને ઊભો કરી દુઃખી થવા સાથે આત્મકલ્યાણ અને અનંતા સુખસામ્રાજ્યથી અનાયાસે વંચિત રહી જનારા જીવોને જોઈ એમની ઉપર કરૂણા કરવા માટે પંન્યાસશ્રી દિવ્યકીર્તિ-વિજયજી ગણિવરે આ પ્રયાસ આરંભ્યો છે. આ પૂર્વે પણ “વિશ્વવિજ્ઞાન : પ્રાચીન અને નવીન' નામે સન્માર્ગ પ્રકાશનના માધ્યમે તેમણે એક વિચારણીય પુસ્તક પ્રકાશિત કરાવ્યું હતું, જેમાં પ્રો. ઘાસીરામ જૈને અંગ્રેજીમાં લખેલા “કૉસ્મોલૉજીઃ ઓલ્ડ એન્ડ ન્યુ' (જ્ઞાનપીઠપ્રકાશન) પુસ્તકનો મુખ્ય આધાર લઈ, તત્ત્વાર્થસૂત્રના પાંચમા અધ્યાયના આધારે, વિજ્ઞાને કરેલી શોધોના મૂળ જિનાગમો-જૈનશાસ્ત્રોમાં કયા કયા સ્વરૂપે ઉપલબ્ધ થાય છે તેનું આધારયુક્ત તાર્કિક નિરૂપણ કર્યું હતું, જે ઘણાખરાને શ્રદ્ધા અને સર્બોધ આપનાર બન્યું હતું. અહીં
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy