________________
૫૧
૧. જીવ-અજીવ અધિકાર
अप्पाणमयाणंता मूढा दु परप्पवादिणो केई। जीवं अज्झवसाणं कम्मं च तहा परूवेंति ॥ ३९ ॥ अवरे अज्झवसाणेसु तिब्वमंदाणुभागगं जीवं। मण्णंति तहा अवरे णोकम्मं चावि जीवो त्ति॥४०॥ कम्मस्सुदयं जीवं अवरे कम्माणुभागमिच्छंति। तिव्वत्तणमंदत्तणगुणेहिं जो सो हवदि जीवो॥४१॥ जीवो कम्मं उहयं दोण्णि वि खलु केइ जीवमिच्छंति। अवरे संजोगेण दु कम्माणं जीवमिच्छति ॥४२॥ एवंविहा बहुविहा परमप्पाणं वदंति दुम्मेहा। ते ण परमट्टवादी णिच्छयवादीहिं णिहिट्ठा ॥४३॥ કો મૂઢ આત્મ તણા અજાણ, પરાત્મવાદી જીવ જે,
છે કર્મ, અધ્યવસાન તે જીવ’, એમ એ નિરૂપણ કરે! ૩૯. વળી કોઈ અધ્યવસાનમાં અનુભાગ તીક્ષણ-મંદ જે, એને જ માને આત્મા, વળી અન્ય કો નોકર્મને! ૪૦. કો અન્ય માને આતમાં કર્મો તણા વળી ઉદયને, કો તીવ્રમંદ-ગુણો સહિત કર્મો તણા અનુભાગને! ૪૧. કો કર્મ ને જીવ ઉભયમિલને જીવની આશા ધરે, કર્મો તણા સંયોગથી અભિલાષ કો જીવની કરે ! ૪૨. દુર્બુદ્ધિઓ બહુવિધ આવા, આતમા પરને કહે,
તે સર્વને પરમાર્થવાદી કહ્યા ન નિશ્ચયવાદીએ. ૪૩. અર્થ આત્માને નહિ જાણતા થકા પરને આત્મા કહેનારા કોઈ મૂઢ, મોહી, અજ્ઞાનીઓ તો અબવસાનને અને . કોઈ કર્મને જીવ કહે છે. બીજા કોઈ અધ્યવસાનોમાં તીવ્રમંદઅનુભાગગતને જીવ માને છે અને બીજા કોઈ