________________
૫૧૯ सव्वगुणखीणकम्मा सुहदुक्खविवज्जिदा मणविसुद्धा। पप्फोडियकम्मरया हवंति आराहणापयडा॥ ३९ ॥ 'આરાધના પરિણત સરવ ગુણથી કરે કૃશ કર્મને, સુખદુખારહિત મનશુદ્ધ તે ક્ષેપે કરમરૂપ ધૂળને. ૩૯. ૧. આરાધના પરિણત = આરાધનારૂપે પરિણમેલો પુરુષો. ૨. કુશ = નબળાં પાતળાક્ષીણ ૩. મનશુદ્ધ = શુદ્ધ મનવાવા (અર્થાત્ શુદ્ધ પરિણતિવાળા). अरहंते सुहभत्ती सम्मत्तं दंसणेण सुविसुद्धं । सीलं विसयविरागो गाणं पुण केरिसं भणियं ॥४०॥ અહંતમાં શુભ ભક્તિ શ્રદ્ધાશુદ્ધિયુત સમ્યક્ત છે, ને શીલ વિષયવિરાગતા છે; જ્ઞાન બીજું કયું હવે? ૪૦.