________________
૫૦૮
ચોરો - લબાડોને લડાવે, તીવ્ર પરિણામો કરે, ચોપાટ-આદિક જે રમે, લિંગી નરકગામી બને. ૧૦. दंसणणाणचरित्ते तवसंजमणियमणिच्चकम्मम्मि। पीडयदि वट्टमाणो पावदि लिंगी णरयवासं ॥११॥ દગજ્ઞાનચરણે, નિત્યકર્મ, તપનિયમસંયમ વિષે જે વર્તતો પીડા કરે, લિંગી નરકગામી બને. ૧૧. कंदप्पाइय वट्टइ करमाणो भोयणेसु रसगिद्धिं । मायी लिंगविवाई तिरिक्खजोणी ण सो समणो॥१२॥ જે ભોજને રસવૃદ્ધિ કરતો વર્તતો કામાદિક, માયાવી લિંગવિનાશી તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૨. धावदि पिंडणिमित्तं कलहं काऊण भुञ्जदे पिंडं। अवरपरूई संतो जिणमग्गि ण होइ सो समणो॥१३॥ પિડાથે જે દોડે અને કરી કલહ ભોજન જે કરે, ઇર્ષા કરે જે અન્યની, જિનમાર્ગનો નહિ શ્રમણ તે. ૧૩. ૧. પિંડાર્થ = આહાર અર્થે, ભોજનપ્રાપ્તિ માટે. गिण्हदि अदत्तदाणं परणिंदा वि य परोक्खदूसेहिं। जिणलिंगं धारतो चोरेण व होइ सो समणो॥ १४ ॥
અણદાનું જ્યાં ગ્રહણ, જે અસમક્ષ પરનિંદા કરે, જિનસિંગધારક હો છતાં તે શ્રમણ ચોર સમાન છે. ૧૪. ૧. આણદત્ત = અદત્ત, આણદીધેલ; નહિ દેવામાં આવેલ. ૨. અસમક્ષ = પરોક્ષપણે; અપ્રત્યક્ષપણે; અસમીપપણે; છાની રીતે. उप्पडदि पडदि धावदि पुढवीओ खणदि लिंगरूवेण। इरियावह धारंतो तिरिक्खजोणी ण सो समणो॥१५॥