________________
૫૦૬
૭. લિંગપ્રાભૃત
काऊण णमोकारं अरहंताणं तहेव सिद्धाणं। वोच्छामि समणलिंगं पाहुडसत्थं समासेण॥१॥ કરીને નમન ભગવંત શ્રી અહંતને, શ્રી સિદ્ધને, ભાખીશ હું સંક્ષેપથી મુનિલિંગપ્રાભૃતશાસ્ત્રને. ૧. धम्मेण होइ लिंगंण लिंगमत्तेण धम्मसंपत्ती। जाणेहि भावधम्मं किं ते लिंगेण कायव्वो॥२॥ હોયે ધરમથી લિંગ, ધર્મન લિંગમાત્રથી હોય છે; રે! ભાવધર્મ તું જાણ, તારે લિંગથી શું કાર્ય છે? ૨. जो पावमोहिदमदी लिंग घेत्तूण जिणवरिंदाणं। उवहसदि लिंगिभावं लिंगिम्मिय णारदो लिंगी॥३॥ જે પાપમોહિતબુદ્ધિ, જિનવરલિંગ ધરી, લિંગિત્વને ઉપહસિત કરતો, તે વિઘાતે લિંગીઓના લિંગને. ૩. ૧. પાપમોહિતબુદ્ધિ = જેની બુદ્ધિ પાપમોહિત છે એવો પુરુષ. ૨. લિંગિત્વને ઉપહાસિત કરતો = લિંગીપણાનો ઉપહાસ કરે છે,
લિંગીભાવની મશ્કરી કરે છે; મુનિપણાની મજાક કરે છે. ૩. વિઘાતે = ઘાત કરે છે; નષ્ટ કરે છે; હાનિ પહોંચાડે છે. ૪. લિંગીઓ = મુનિઓ; સાધુઓ; શ્રમણો. णच्चदि गायदि तावं वायं वाएदि लिंगरूवेण। सो पावमोहिदमदी तिरिक्खजोणी ण सो समणो॥४॥ જે લિંગ ધારી નૃત્ય, ગાયન, વાઘવાદનને કરે, તે પાપમોહિતબુદ્ધિ છે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૪. सम्मूहदि रक्खेदि य अझं झाएदि बहुपयत्तेण। सो पावमोहिदमदी तिरिक्खजोणी ण सो समणो॥५॥