________________
૪૯૦ છે તત્ત્વરુચિ સમ્યકત્વ, તત્ત્વ તણું ગ્રહણ ‘સજ્ઞાન છે, પરિહાર તે ચારિત્ર છે; - જિનવરવૃષભનિર્દિષ્ટ છે. ૩૮. ૧. ગ્રહણ = સમજણ, જાણવું તે; જ્ઞાન. ૨. સજ્ઞાન = સમ્યજ્ઞાન. दंसणसुद्धो सुद्धो दंसणसुद्धो लहेइ णिव्वाणं। दंसणविहीणपुरिसो ण लहइ तं इच्छियं लाहं ॥ ३९॥ 'દગશુદ્ધ આત્મા શુદ્ધ છે, દગશુદ્ધ તે મુક્તિ લહે, દર્શનરહિત જે પુરુષ તે પામે ન ઇચ્છિત લાભને. ૩૯. ૧. દગશુદ્ધ = દર્શનશુદ્ધ, સમ્યગ્દર્શનથી શુદ્ધ. इय उवएसं सारं जरमरणहरं खु मण्णए जंतु। तं सम्मत्तं भणियं सवणाणं सावयाणं पि॥४०॥ 'જરમરણહર આ સારભૂત ઉપદેશ શ્રદ્ધે સ્પષ્ટ જે, સમ્યકત્વ ભાખ્યું તેહને, હો શ્રમણ કે શ્રાવક ભલે. ૪૦. ૧. જામરણહર = જરા અને મરણનો નાશક, जीवाजीवविहत्ती जोई जाणेइ जिणवरमएण। तं सण्णाणं भणियं अवियत्थं सव्वदरसीहिं ॥ ४१॥ જીવ-અજીવ કેરો ભેદ જાણે યોગી જિનવરમાર્ગથી, સર્વજ્ઞદેવે તેહને સજ્ઞાન ભાખ્યું 'તવ્યથી. ૪૧. ૧. તથ્યથી = સત્યપણે; અવિતપણે. जंजाणिऊण जोई परिहारं कुणइ पुण्णपावाणं। तं चारित्तं भणियं अवियपं कम्मरहिएहिं॥४२॥ તે જાણી યોગી પરિહરે છે પાપ તેમ જ પુણ્યને, ચારિત્ર તે અવિકલ્પ ભાખ્યું કર્મરહિત જિનેશ્વરે. ૪૨. ૧. અવિકલ્પ = નિર્વિકલ્પ, વિકલ્પ રહિત.