________________
૪૭૨
વિપરીત તેથી ભાવશુદ્ધિપ્રાપ્ત બાંધે શુભને; -એ રીત બાંધે અશુભ-શુભ; સંક્ષેપથી જ કહેલ છે. ૧૧૮. णाणावरणादीहिं य अट्ठहिं कम्मेहिं वेढिओ य अहं । डहिऊण इण्हिं पयडमि अणतणाणाइगुणचित्तां ॥ ११९ ॥ વેષ્ટિત છું હું જ્ઞાનાવરણકર્માદિ કર્માષ્ટક વડે; બાળી, હું પ્રગટાવું અમિતજ્ઞાનાદિગુણવેદન હવે. ૧૧૯.
૧. વેષ્ટિત = ઘેરાયેલો, આચ્છાદિત, રૂકાવટ પામેલો.
૨. અમિત = અનંત.
सीलसहस्सट्ठारस चउरासीगुणगणाण लक्खाई । भावहि अणुदिणु णिहिलं असप्पलावेण किं बहुणा ॥ १२० ॥ ચોરાશી લાખ ગુણો, અઢાર હજાર ભેદો શીલના, -સઘળુંય પ્રતિદિન ભાવ; બહુપ્રલપન 'નિરર્થથી શુંભલા? ૧૨૦
૧. નિરર્થ = નિરર્થક, જેનાથી કોઈ અર્થ સરે નહિ એવા.
झायहि धम्मं सुक्कं अट्ट रउद्दं च झाण मुत्तूण । रुद्दट्ट झाइयाई इमेण जीवेण चिरकालं ॥ १२१ ॥
ધ્યા ધર્મ તેમ જ શુક્લને, તજી આર્ત તેમ જ રૌદ્રને; ચિરકાળ ધ્યાયાં આર્ત તેમ જ રૌદ્ર ધ્યાનો આ જીવે. ૧૨૧.
जे के वि दव्वसवणा इंदियसुहआउला ण छिंदंति । छिंदंति भावसवणा झाणकुढारेहिं भवरुक्खं ।। १२२ ॥
દ્રવ્યે શ્રમણ ઇન્દ્રિયસુખાકુલ હોઈને છેદે નહીં; ભવવૃક્ષ છેદે ભાવશ્રમણો ધ્યાનરૂપ 'કુઠારથી. ૧૨૨.
૧. કુઠાર = કુહાડો.
जह दीवो गब्भहरे मारुयबाहाविवज्जिओ जलइ ।
तह रायाणिलरहिओ झाणपईवो वि पज्जलइ ॥ १२३ ॥