________________
૪૬૦ મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આતમા, પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આતમાં. ૫૮. एगो मे सस्सदो अप्पा णाणदंसणलक्षणो। सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा॥५९॥ મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ૫૯. भावेह भावसुद्धं अप्पा सुविसुद्धणिम्मलं चेव। लहु चउगइ चइऊणं जइ इच्छह सासयं सुक्खं ॥६०॥ તું શુદ્ધ ભાવે ભાવ રે ! સુવિશુદ્ધ નિર્મળ આત્મને, જો શીધ્ર ચઉગતિમુક્ત થઈ ઈચ્છે સુશાશ્વત સૌખ્યને. ૬૦. जो जीवो भावंतो जीवसहावं सुभावसंजुत्तो। सो जरमरणविणासं कुणइ फुडं लहइ णिव्वाणं॥६१॥ જે જીવ જીવસ્વભાવને ભાવે, 'સુભાવે પરિણમે, જર-મરણનો કરી નાશ તે નિશ્ચય લહે નિર્વાણને. ૬૧. ૧. સુભાવ = સારો ભાવ અર્થાત્ શુદ્ધ ભાવ. ૨. જર = જરા. जीवो जिणपण्णत्तो णाणसहाओ य चेयणासहिओ। सो जीवो णायव्वो कम्मक्खयकरणणिम्मित्तो॥६२॥ છે જીવ જ્ઞાનસ્વભાવ ને ચૈતન્યયુક્ત - ભાખ્યું જિને; એ જીવ છે જ્ઞાતવ્ય, કર્મવિનાશકરણનિમિત્ત જે. ૬૨. ૧. કર્મવિનાશકરણનિમિત્ત = કર્મનો ક્ષય કરવાનું નિમિત્ત. जेसिं जीवसहावो णत्थि अभावो य सव्वहा तत्थ। ते होंति भिण्णदेहा सिद्धा वचिगोयरमदीदा ॥६३॥ ‘સતું હોય જીવસ્વભાવને ન “અસત્ સરવથા જેમને, તે દેહવિરહિત વચનવિષયાતીત સિદ્ધપણું લહે. ૬૩.