________________
૪૫૨
મદમત્ત ને આસક્ત ચાર પ્રકારની વિકથા મહીં, 'બહુશઃ કુદેવપણું લહ્યું તે, અશુભ ભાવે પરિણમી. ૧૬. ૧. બહુશ ઃ = અનેક વાર.
असुईबीहत्थेहि य कलिमलबहुलाहि गब्भवसहीहि । वसिओ सि चिरं कालं अणेयजणणीण मुणिपवर ॥ १७ ॥ હે મુનિપ્રવર ! તું ચિર વસ્યો બહુ જનનીના ગર્ભાપણે નિકૃષ્ટમળભરપૂર, અશુચિ, બીભત્સ ગર્ભાશય વિષે. ૧૭. पीओ सि थणच्छीरं अणंतजम्मंतराई जणणीणं । अण्णण्णाण महाजस सायरसलिलादु अहिययरं ॥ १८ ॥ જન્મો અનંત વિષે અરે ! જનની અનેરી અનેરીનું સ્તનદૂધ તેં પીધું મહાયશ ! 'ઉદધિજળથી અતિ ઘણું. ૧૮.
૧. ઉદધિજળ = સમુદ્રનું પાણી.
तुह मरणे दुक्खेण अण्णण्णाणं अणेयजणणीणं । रुण्णाण णयणणीर सायरसलिलादु अहिययरं ।। १९ ॥ તુજ મરણથી દુઃખાર્ત બહુ જનની અનેરી અનેરીનાં નયનો થકી જળ જે વહ્યાં તે ઉદધિજળથી અતિ ઘણાં. ૧૯.
भवसायरे अणंते छिण्णुज्झिय केसणहरणालट्ठी । पुञ्ज जइ को विजए हवदि य गिरिसमधिया रासी ।। २० ।। નિઃસીમ ભવમાં ત્યક્ત તુજ નખ-નાળ-અસ્થિ-કેશને સુર કોઇ એકત્રિત કરે તો `ગિરિઅધિક રાશિ બને. ૨૦. ૧. ગિરિઅધિક રાશિ = પર્વતથી પણ વધુ મોટો ઢગલો. जलथलसिहिपवणंबरगिरिसरिदरितरुवणाइ सव्वत्थ । वसिओ सि चिरं कालं तिहुवणमज्झे अणप्पवसो ॥ २१ ॥ જલ-થલ-અનલ-પવને, નદી-ગિરિ-આભ-વન-વૃક્ષાદિમાં વણ આત્મવશતા ચિર વસ્યો સર્વત્ર તું ત્રણ ભુવનમાં. ૨૧.