________________
૪૪૫ નિંદા-પ્રશંસા, શત્રુ-મિત્ર, અલબ્ધિ ને 'લબ્ધિ વિષે, તૃણ-કંચને સમભાવ છે, -દીક્ષા કહી આવી જિને. ૪૭. ૧. લબ્ધિ = લાભ. उत्तममज्झिमगेहे दारिद्दे ईसरे णिरावेक्खा। सव्वत्थ गिहिदपिंडा पव्वज्जा एरिसा भणिया॥४८॥ નિર્ધન-સધન ને ઉચ્ચ-મધ્યમ સદન અનપેક્ષિતપણે સર્વત્ર પિંડ ગ્રહાય છે, -દીક્ષા કહી આવી જિને. ૪૮. ૧. સદન = ઘર. ૨. પિંડ = આહાર. णिग्गंथा णिस्संगा णिम्माणासा अराय णिहोसा। णिम्मम णिरहंकारा पव्वज्जा एरिसा भणिया॥४९॥ નિગ્રંથ ને નિઃસંગ, 'નિર્માનાશ, નિરહંકાર છે, નિર્મમ, અરાગ, અદ્દેષ છે, -દીક્ષા કહી આવી જિને. ૪૯. ૧. નિનાશ = માન અને આશા રહિત. णिण्णेहा णिल्लोहा णिम्मोहा णिब्वियार णिक्कलुसा। णिब्भय णिरासभावा पव्वज्जा एरिसा भणिया॥५०॥ નિઃસ્નેહ, નિર્ભય, નિર્વિકાર, અકલુષ ને નિર્મોહ છે, આશારહિત, નિર્લોભ છે, દીક્ષા કહી આવી જિને. ૫૦. जहजायरूवसरिसा अवलंबियभुय णिराउहा संता। परकियणिलयणिवासा पव्वज्जा एरिसा भणिया॥५१॥ જમ્યા પ્રમાણે રૂપ, 'લંબિતભુજ, નિરાયુધ, શાંત છે, પરકૃત નિલયમાં વાસ છે, દીક્ષા કહી આવી જિને. ૫૧ ૧. લંબિતભુજ = નીચે લટકતા હાથવાળી. ૨. નિરાયુધ = શસ્રરહિત. ૩. નિલય = રહેઠાણ.