________________
૪૩૫
જ્ઞાની ચરિત્રારૂઢ થઈ નિજ આત્મમાં પર નવ ચહે, અચિરે લહે શિવસૌખ્ય અનુપમ એમ જાણો નિશ્ચયે. ૪૩. एवं संखेवेण य भणियं णाणेण वीयराएण । सम्मत्तसंजमासयदुण्हं पि उदेसियं चरणं ॥ ४४॥ વીતરાગદેવે જ્ઞાનથી સમ્યક્ત્વ-સંયમ-આશ્રયે જે ચરણ ભાખ્યું, તે કહ્યું સંક્ષેપથી અહીં આ રીતે. ૪૪. भावेह भावसुद्धं फुडु रइयं चरणपाहुडं चेव । लहु चउगइ चइऊणं अइरेणऽपुणब्भवा होई ॥ ४५ ॥
ભાવો વિમળ ભાવે ચરણપ્રાભૂત સુવિરચિત સ્પષ્ટ જે, છોડી ચતુર્ગતિ શીઘ્ર પામો મોક્ષ શાશ્વતને તમે. ૪૫.