________________
૪૨૭
૩. ચારિત્રપ્રાભૃત
सव्वण्हू सव्वदंसी णिम्मोहा वीयराय परमेट्ठी। वंदित्तु तिजगवंदा अरहंता भव्वजीवेहिं॥१॥ णाणं दंसण सम्मं चारित्तं सोहिकारणं तेसिं। मोक्खाराहणहेउं चारित्तं पाहुडं वोच्छे ॥ २॥ (युग्मम्) સર્વજ્ઞ છે, પરમેષ્ઠી છે, નિર્મોહને વીતરાગ છે, તે ત્રિજગવંદિત, ભવ્યપૂજિત અહંતોને વંદીને; ૧. ભાખીશ હું ચારિત્રપ્રાભૃત મોક્ષને આરાધવા, જે હેતુ છે સુજ્ઞાન-ગ-ચારિત્ર કેરી શુદ્ધિમાં. ૨. जंजाणइ तं णाणं जं पेच्छइ तं च सणं भणियं। णाणस्स पिच्छियस्स य समवण्णा होइ चारित्तं ॥ ३॥ જે જાણતું તે જ્ઞાન, દેખે તેહ દર્શન ઉક્ત છે; ને જ્ઞાન-દર્શનના સમાયોગે સુચારિત હોય છે. ૩. ૧. સુચારિત =સમ્મચારિત્ર. एए तिण्ण वि भावा हवंति जीवस्स अक्खयामेया। तिण्हं पि सोहणत्थे जिणभणियं दुविह चारित्तं ॥४॥ આ ભાવ ત્રણ આત્મા તણા અવિનાશ તેમ અમેય છે; એ ભાવત્રયની શુદ્ધિ અર્થે દિવિધ ચરણ જિનોક્ત છે. ૪. ૧. અમેય = અમાપ. जिणणाणदिट्ठिसुद्धं पढमं सम्मत्तचरणचारित्तं। विदियं संजमचरणं जिणणाणसदेसियं तं पि॥५॥ સમ્યત્વચરણ છે પ્રથમ, જિનજ્ઞાનદર્શનશુદ્ધ જે; બીજાં ચરિત સંયમચરણ, જિનજ્ઞાનભાષિત તેય છે. ૫.