________________
૩૯૪ (પરમાત્મતત્વ) અવ્યાબાધ, અતીન્દ્રિય, અનુપમ, પુણ્ય-પાપ વિનાનું, પુનરાગમન રહિત, નિત્ય, અચળ અને નિરાલંબ છે.
નિજભાવના અર્થે રચ્યું મેંનિયમસાર-સુશાસ્ત્રને,
સૌ દોષ પૂર્વાપર રહિત ઉપદેશ જિનનો જાણીને. ૧૮૭. પૂર્વાપર દોષ રહિત જિનોપદેશને જાણીને મેં નિજભાવના નિમિત્તે નિયમસાર નામનું શાસ્ત્ર કર્યું છે.