________________
૩૮૦ णवि दुक्खं णवि सुक्खं णवि पीडा णेव विज्जदे बाहा। णवि मरणं णवि जणणं तत्थेव य होइ णिव्वाणं ॥ १७ ॥ જ્યાં દુઃખ નહિ, સુખ જ્યાં નહીં, પીડા નહીં, બાધા નહીં,
જ્યાં મરણ નહિ, જ્યાં જન્મ છે નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૭૯. અર્થ : જ્યાં દુઃખ નથી, સુખ નથી, પીડા નથી, બાધા નથી, મરણ નથી, જન્મ નથી, ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ દુઃખાદિ રહિત પરમતત્ત્વમાં જ નિર્વાણ છે).
णवि इंदिय उवसग्गा णवि मोहो विम्हिओ ण णिद्दा य। ण य तिण्हा णेव छुहा तत्थेव य होइ णिव्वाणं ॥१८॥ નહિ ઈદ્રિયો, ઉપસર્ગ નહિ, નહિ મોહ, વિસ્મય જ્યાં નહીં.
નિદ્રા નહીં, ન સુધા, તૃષા નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૮૦. અર્થ : જ્યાં ઇન્દ્રિયો નથી, ઉપસર્ગો નથી, મોહનથી, વિસ્મય નથી, નિદ્રા નથી, તૃષા નથી, સુધા નથી, ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ ઇન્દ્રિયાદિ રહિત પરમતત્ત્વમાં જ નિર્વાણ છે).
णवि कम्मं णोकम्मं णवि चिंता णेव अट्टरुद्दाणि। णवि धम्मसुक्कझाणे तत्थेव य होइ णिव्वाणं ॥१८१॥ જ્યાં કર્મ નહિ, નોકર્મ, ચિંતા, આર્તરૌદ્રોય નહીં,
જ્યાં ધર્મશુક્લધ્યાન છે નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૮૧. અર્થ : જ્યાં કર્મને નોકર્મ નથી, ચિંતા નથી, આર્તને રૌદ્રધ્યાન નથી, ધર્મને શુક્લધ્યાન નથી, ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ કર્માદિ રહિત પરમતત્વમાં જ નિર્વાણ છે).
विज्जदि केवलणाणं केवलसोक्खं च केवलं विरियं । केवलदिट्ठि अमुत्तं अत्थित्तं सप्पदेसत्तं ॥ १८२॥ દગ-જ્ઞાન કેવળ, સૌખ્ય કેવળ, વીર્ય કેવળ હોય છે,
અસ્તિત્વ, મૂર્તિવિહીનતા, સપ્રદેશમયતા હોય છે. ૧૮૨ અર્થ : (સિદ્ધ ભગવાનને) કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળ સુખ, કેવળવી, અમૂર્તત્વ, અસ્તિતા અને સંપ્રદેશત્વ
હોય છે.