________________
૩૭૩
રે!વચનમય પ્રતિક્રમણ, નિયમો, વચનમય પચખાણજે,
જે વચનમય આલોચના, સઘળું ય તે સ્વાધ્યાય છે. ૧૫૩.
અર્થ :વચનમય પ્રતિક્રમણ, વચનમય પ્રત્યાખ્યાન, (વચનમય) નિયમ અને વચનમય આલોચના-એ બધું (પ્રશસ્ત અધ્યવસાયરૂપ) સ્વાધ્યાય જાણ.
जदि सक्कदि कार्टु जे पडिकमणादिं करेज्ज झाणमयं । सत्तिविहीणो जा जइ सद्दहणं चैव कायव्वं ॥ १५४ ॥
કરી જો શકે, પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો !
કર્તવ્ય છે શ્રદ્ધા જ, શક્તિવિહીન જો તું હોય તો. ૧૫૪.
અર્થ : જો કરી શકાય તો અહો ! ધ્યાનમય પ્રતિક્રમણાદિ કર; જો તું શક્તિવિહીન હોય તો ત્યાં સુધી શ્રદ્ધાન જ કર્તવ્ય છે.
जिणकहियपरमसुत्ते पडिकमणादिय परीक्खऊण फुडं ।
मोणव्वए जोई णियकज्जं साहए णिच्चं ।। १५५ ।। પ્રતિક્રમણ-આદિ સ્પષ્ટ પરખી જિન-પરમસૂત્રો વિષે,
મુનિએ નિરંતર મૌનવ્રત સહ સાધવું નિજ કાર્યને. ૧૫૫.
અર્થ : જિનકથિત પરમ સૂત્રને વિષે પ્રતિક્રમણાદિકની સ્પષ્ટ પરીક્ષા કરીને મૌનવ્રત સહિત યોગીએ નિજ કાર્યને નિત્ય સાધવું.
जीवा णाणाकम्मं णाणाविहं हवे लद्धी ।
तम्हा वयणविवादं सगपरसमएहिं वज्जिज्जो ॥ १५६ ॥ છેજીવવિધવિધ, કર્મ વિધવિધ, લબ્ધિછેવિધવિધ અરે !
તે કારણે નિજપરસમય સહ વાદ પરિહર્તવ્ય છે. ૧૫૬.
અર્થ :નાના પ્રકારના જીવો છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે; તેથી સ્વસમયો અને પરસમયો સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) વચનવિવાદ વર્જવાયોગ્ય છે.
लद्धूणं णिहि एक्को तस्स फलं अणुहवेइ सुजणत्ते । तह णाणी णाणणिहिं भुंजेइ चइत्तु परतत्तिं ॥ १५७॥
નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે,
ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે. ૧૫૭.