________________
૩૬૪
कायाईपरदव्वे थिरभावं परिहरन्तु अप्पाणं ।
तस्स हवे तसग्गं जो झायइ णिब्वियप्पेण ॥ १२१ ॥
કાયાદિ પરદ્રવ્યો વિષે સ્થિરભાવ છોડી આત્મને
ધ્યાવે વિકલ્પવિમુક્ત, કાયોત્સર્ગ છે તે જીવને. ૧૨૧.
અર્થ ઃ કાયાદિ પરદ્રવ્યમાં સ્થિરભાવ છોડીને જે આત્માને નિર્વિકલ્પપણે ધ્યાવે છે, તેને કાયોત્સર્ગ છે.