SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ અર્થ : પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ રહિત જે આત્મા છે તે હું છું - એમ ચિતવતો થકો, (જ્ઞાની) તેમાં જ સ્થિરભાવ કરે છે. ममत्तिं परिवज्जामि णिम्ममत्तिमुवट्ठिदो। आलंबणं च मे आदा अवसेसं च वोसरे॥९९॥ પરિવનું છું હું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું; અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરું. ૯૯. અર્થ : હું મમત્વને પરિવ છું અને નિર્મમત્વમાં સ્થિત રહું છું; આત્મા મારું આલંબન છે અને બાકીનું હું તનું છું. आदा खु मज्झ णाणे आदा मे दंसणे चरित्ते य। आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे॥१०॥ મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આતમા, પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આતમાં. ૧0. અર્થ ખરેખર મારા જ્ઞાનમાં આત્મા છે, મારા દર્શનમાં તથા ચારિત્રમાં આત્મા છે, મારા પ્રત્યાખ્યાનમાં આત્મા છે, મારા સંવર તથા યોગમાં (શુદ્ધોપયોગમાં) આત્મા છે. एगो य मरदि जीवो एगो य जीवदि सयं। एगस्स जादि मरणं एगो सिज्झदि णीरओ॥१०१॥ જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મ અરે ! જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે. ૧૦૧. અર્થ જીવ એકલો મરે છે અને સ્વયં એકલો જન્મે છે; એકલાનું મરણ થાય છે અને એકલો ર૦૦રહિત થયો થકો સિદ્ધ થાય છે. एगो मे सासदो अप्पा णाणदंसणलक्खणो। सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा॥१०२॥ મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ૧૦૨. અર્થ જ્ઞાન-દર્શનલક્ષણવાળો શાશ્વત એક આત્મા મારો છે; બાકીના બધા સંયોગલક્ષણવાળા ભાવો મારાથી બાહ્ય છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy