SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ હવે આકાશદ્રવ્યનું વર્ણન કરે છે. જે લોકમાં જીવ-પુગલોને, શેષ દ્રવ્ય સમસ્તને અવકાશ દે છે પૂર્ણ, તે આકાશનામક દ્રવ્ય છે. ૯૦. લોકમાં જીવોને અને પુદ્ગલોને તેમ જ બધાં બાકીના દ્રવ્યોને જે સંપૂર્ણ અવકાશ આપે છે, તે આકાશ છે. જીવો, પુદ્ગલકાયો, ધર્મ અને અધર્મને (તેમ જ કાળ) લોકથી અનન્ય છે; અંતરહિત એવું આકાશ તેનાથી (લોકથી) અનન્ય તેમ જ અન્ય છે. હવે છ યે દ્રવ્યનું સ્વરૂપ બતાવી સંક્ષિપ્ત કહે છે. આત્મા અને આકાશ, ધર્મ, અધર્મ, કાળ અમૂર્ત છે, છે મૂર્ત પુદ્ગલદ્રવ્ય, તેમાં જીવ છે ચેતન ખરે. ૯૭. આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ અમૂર્ત છે, પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે, તેમાં જીવ ખરેખર ચેતન છે. કાળદ્રવ્યનું વર્ણન આ રીતે છે. પરિણામભવ છે કાળ, કાળપદાર્થભવ પરિણામ છે; -આ છે સ્વભાવો ઉભયના; ક્ષણભંગી ને ધ્રુવ કાળ છે. ૧૦). કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે. (અર્થાત્ વ્યવહારકાળ જીવ-પુદ્ગલોના પરિણામથી મપાય છે); પરિણામ દ્રવ્યકાળથી ઉત્પન્ન થાય છે. -આ, બન્નેનો સ્વભાવ છે. કાળ ક્ષણભંગુર તેમ જ નિત્ય છે. આ જીવ, પુદ્ગલ, કાળ, ધર્મ, અધર્મ તેમ જ નભ વિષે છે ‘દ્રવ્ય સંજ્ઞા સર્વને, કાયવ છે નહિ કાળને. ૧૦૨. આ કાળ, આકાશ, ધર્મ, અધર્મ, પુદ્ગલો અને જીવો (બધા) દ્રવ્ય સંજ્ઞાને પામે છે; પરંતુ કાળને કાયપણું નથી. હવે પંચાસ્તિકાયનું વર્ણન પૂર્ણ કરતાં ભલામણ કરે છે. એ રીત પ્રવચનસારરૂપ પંચાસ્તિકાયસંગ્રહ’ જાણીને જે જીવ છોડે રાગદ્વેષ, લહે સકળદુખમોક્ષને. ૧૮૩. એ પ્રમાણે પ્રવચનના સારભૂત પંચાસ્તિકાયસંગ્રહને જાણીને જેરાગ-દ્વેષને છોડે છે, તે દુઃખથી પરિમુક્ત થાય છે. આ અર્થ જાણી, અનુગમન-ઉદ્યમ કરી, હણી મોહને, પ્રશમાવી રાગદ્વેષ, જીવ ઉત્તર - પૂરવ વિરહિત બને. ૧૦૪.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy