________________
૨૩૩
અર્થ : જો (શ્રમણ) વૈયાવૃત્ય માટે ઉદ્યમવંત વર્તતા છ કાયને પીડા કરે તો તે શ્રમણ નથી, ગૃહસ્થ છે; (કારણ કે) તે (છ કાયની વિરાધના સહિત વૈયાવૃત્ત્વ) શ્રાવકોનો ધર્મ છે.
जोण्हाणं णिरवेक्खं सागारणगारचरियजुत्ताणं । अणुकंपयोवयारं कुव्वदु लेवो जदि वि अप्पों ।। २५१॥ છે અલ્પ લેપ છતાંય દર્શનજ્ઞાનપરિણત જૈનને નિરપેક્ષતાપૂર્વક કરો ઉપકાર અનુકંપા વડે. ૨૫૧.
અર્થ : અલ્પ લેપ થતો હોવા છતાં પણ સાકાર-અનાકાર ચર્ચાયુક્ત જૈનોને અનુકંપાથી નિરપેક્ષપણે (શુભોપયોગી) ઉપકાર કરો.
रोगेण वा छुधा तहाए वा समेण वा रूढं । दिट्ठा समणं साहू पडिवज्जदु आदसत्तीए ॥ २५२ ॥
આક્રાંત દેખી શ્રમણને શ્રમ, રોગ વા ભૂખ, પ્યાસથી, સાધુ કરો સેવા સ્વશક્તિપ્રમાણ એ મુનિરાજની. ૨૫૨.
અર્થ :રોગથી, ક્ષુધાથી, તૃષાથી અથવા શ્રમથી આક્રાંત શ્રમણને દેખીને સાધુ પોતાની શક્તિ અનુસાર વૈયાવૃત્યાદિક કરો.
वेज्जावच्चणिमित्तं गिलाणगुरुबालबुडसमणाणं ।
लोगिगजणसंभासा ण णिंदिदा वा सुहोवजुदा ।। २५३ ॥
સેવાનિમિત્તે રોગી-બાળક-વૃદ્ધ-ગુરુ શ્રમણો તણી, લૌકિક જનો સહ વાત શુભ-ઉપયોગયુત નિંદિત નથી. ૨૫૩.
અર્થ :વળી રોગી, ગુરુ (-પૂજ્ય, વડેરા), બાળ અને વૃદ્ધ શ્રમણોની સેવાના (વૈયાવૃત્ત્વના) નિમિત્તે, શુભોપયોગવાળી લૌકિક જનો સાથેની વાતચીત નિંદિત નથી.
एसा पसत्थभूदा समणाणं वा पुणो घरत्थाणं ।
चरिया परेत्ति भणिदा ताएव परं लहदि सोक्खं ॥ २५४ ॥
આ શુભ ચર્યા શ્રમણને, વળી મુખ્ય હોય ગૃહસ્થને;
તેના વડે જ ગૃહસ્થ પામે મોક્ષસુખ ઉત્કૃષ્ટને. ૨૫૪.