________________
२२४ અર્થ : મુનિ આહારમાં, ક્ષપણમાં (ઉપવાસમાં), આવસથમાં (નિવાસસ્થાનમાં), વિહારમાં, ઉપધિમાં
(પરિગ્રહમાં), શ્રમણમાં (અન્ય મુનિમાં) અથવા વિકથામાં પ્રતિબંધ ઇચ્છતો નથી. ૧. છદ્મસ્થ મુનિને ધાર્મિક કથાવાર્તા કરતાં પણ નિર્મળ ચૈતન્ય વિકલ્પયુક્ત થવાથી અંશે મલિન થાય છે, તેથી તે ધાર્મિક કથાને પણ વિકથા એટલે કે શુદ્ધાત્મદ્રવ્યથી વિરુદ્ધ કથા કહી છે.
अपयत्ता वा चरिया सयणासणठाणचंकमादीसु। समणस्स सव्वकाले हिंसा सा संतय त्ति मदा ॥ २१६ ॥ આસન-શયન-ગમનાદિકે ચર્યા પ્રયત્નવિહીન જે,
તે જાણવી હિંસા સદા સંતાનવાહિની શ્રમણને. ૨૧૬. અર્થ શ્રમણને શયન, આસન (બેસવું), સ્થાન (ઊભા રહેવું), ગમન ઇત્યાદિમાં જે અપ્રયત ચર્યા તે સર્વકાળે સતત હિંસા માનવામાં આવી છે.
मरदु व जियदु व जीवो अयदाचारस्स णिच्छिदा हिंसा। पयदस्स णत्थि बंधो हिंसामेत्तेण समिदस्स ॥२:७॥ જીવો-મરો જીવ, યત્વહીન આચાર ત્યાં હિંસા નક્કી;
સમિતિ-પ્રયત્નસહિતને નહિ બંધ હિંસામાત્રથી. ૨૧૩. અર્થ જીવ મરો કે જીવો, અપયત આચારવાળાને (અંતરંગ) હિંસા નિશ્ચિત છે; પ્રયતને , સમિતિવંતને
(બહિરંગ) હિંસામાત્રથી બંધ નથી. ૧. પ્રયત = પ્રયત્નશીલ, સાવધાન, સંયમી. ૨. શુદ્ધાત્મસ્વરૂપમાં (મુનિcોચિત) સમ્યક ‘ઇતિ” અર્થાત્ પરિણતિ તે નિશ્ચય સમિતિ છે. અને તે દડામાં વર્તતી જે (હઠ વગરની) ઇર્યા-ભાષાદિ સંબંધી શુભ પરિણતિ તે વ્યવહાર - સમિતિ છે. (શુદ્ધાત્મસ્વરૂપમાં સમ્યક પરિણતિરૂપ દશા ન હોય ત્યાં શુભ પરિણતિ હઠ સહિત હોય છે, તે શુભ પરિણતિ વ્યવહાર-સમિતિ પણ નથી.)
अयदाचारो समणो छस्सु वि कायेसु वधकरो त्ति मदो। चरदि जदं जदि णिचं कमलं व जले णिरुवलेवो ॥ २१८॥ મુનિ યત્વહીન આચારવંત છ કાયનો હિંસક કહ્યો;
જલકમલવત્ નિર્લેપ ભાખ્યો, નિત્ય યત્નસહિત જો. ૨૧૮. અર્થ :અપ્રયત આચારવાળો શ્રમણ છયે કાય સંબંધી વધનો કરનાર માનવામાં-કહેવામાં આવ્યો છે; જો સદા
પ્રયતપણે આચરણ કરે તો જળમાં કમળની માફક નિર્લેપ કહેવામાં આવ્યો છે.