________________
૨૨૧
અર્થ : હું પરનો નથી, પર મારાં નથી, આ લોકમાં મારું કાંઈ પણ નથી - આવા નિશ્ચયવાળો અને જિતેન્દ્રિય વર્તતો થકો તે યથાજાતરૂપધર (સહજરૂપધારી) થાય છે.
जधजादरूवजादं उप्पाडिदकेसमंसुगं सुद्धं ।
रहिदं हिंसादीदो अप्पडिकम्मं हवदि लिंगं ।। २०५ ।।
मुच्छारंभविजुत्तं जुत्तं उवओगजोगसुद्धीहिं । लिंगंण परावेक्खं अपुणब्भवकारणं जेव्हं ॥ २०६ ॥ (जुगलं ) જન્મ્યા પ્રમાણે રૂપ, લુંચન કેશનું, શુદ્ધત્વ ને હિંસાદિથી શૂન્યત્વ, દેહ-અસંસ્કરણ - એ લિંગ છે. ૨૦૫.
ઉપયોગયોગવિશુદ્ધતા,
આરંભમૂર્છાશૂન્યતા,
નિરપેક્ષતા પરથી, -જિનોદિત મોક્ષકારણ લિંગ આ. ૨૦૬.
અર્થ : જન્મસમયના રૂપ જેવા રૂપવાળું, માથાના અને દાઢીમૂછના વાળનો લોચ કરાયેલું, શુદ્ધ (અકિંચન),
હિંસાદિથી રહિત અને પ્રતિકર્મ (શરીરની સજાવટ) વિનાનું -એવું (શ્રામણ્યનું બહિરંગ) લિંગ છે.
મૂર્છા (મમત્વ) અને આરંભ રહિત, ઉપયોગની અને યોગની શુદ્ધિથી યુક્ત તથા પરની અપેક્ષા વિનાનું - એવું જિનદેવે કહેલું (શ્રામણ્યનું અંતરંગ) લિંગ છે કે જે મોક્ષનું કારણ છે.
आदाय तं पि लिंगं गुरुणा परमेण तं णमंसित्ता ।
सोच्चा सवदं किरियं उवट्ठिदो होदि सो समणो ॥ २०७ ॥
ગ્રહી પરમગુરુ - દીધેલ લિંગ, નમસ્કરણ કરી તેમને, વ્રત ને ક્રિયા સુણી, થઈ ઉપસ્થિત, થાય છેમુનિરાજએ. ૨૦૭
અર્થ : પરમ ગુરુ વડ દેવામાં આવેલાં તે બન્ને લિંગને ગ્રહીને, તેમને નમસ્કાર કરીને, વ્રત સહિત ક્રિયાને સાંભળીને ઉપસ્થિત (આત્માની સમીપ સ્થિત) થયો થકો તે શ્રમણ થાય છે.
वदसमिदिंदियरोधो लोचावस्सयमचेलमण्हाणं ।
खिदिसयणमदंतवणं ठिदिभोयणमेगभत्तं च ॥ २०८ ॥
एदे खलु मूलगुणा समणाणं जिणवरेहिं पण्णत्ता ।
तेसु पमत्तो समणो छेदोवट्ठावगो होदि ॥ २०९ ॥ (जुम्मं)