________________
૧૪૩ અર્થ વ્યવહારનય બન્ને લિંગોને મોક્ષમાર્ગ કહે છે. (અર્થાતુ વ્યવહારનય મુનિલિંગ તેમ જગૃહીલિંગને મોક્ષમાર્ગ કહે છે); નિશ્ચયનય સર્વ લિંગોને (અર્થાત્ કોઈ પણ લિંગને) મોક્ષમાર્ગમાં ગણતો નથી
जो समयपाहुडमिणं पढिदूणं अत्थतच्चदो णाएं। अत्थे ठाही चेदा सो होही उत्तम सोक्खं ॥ ४१५॥ આ સમયપ્રાભૂત પઠન કરીને, અર્થ-તત્ત્વથી જાણીને,
ઠરશે અરથમાં આતમા જે, સૌખ્ય ઉત્તમ તે થશે. ૪૧૫. અર્થ : જે આત્મા (-ભવ્ય જીવ) આ સમયપ્રાભૂતને ભણીને, અર્થ અને તત્વથી જાણીને, તેના અર્થમાં સ્થિત
થશે, તે ઉત્તમ સૌખ્યસ્વરૂપ થશે.