________________
૯૨
બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહીં પામી શકે;
રે ! ગ્રહણ કર તું નિયત આ, જો કર્મમોક્ષેચ્છા તને. ૨૦૫.
અર્થ : જ્ઞાનગુણથી રહિત ઘણાય લોકો (ઘણા પ્રકારના કર્મ કરવા છતાં) આ જ્ઞાનસ્વરૂપ પદને પામતા નથી; માટે હે ભવ્ય ! જો તું કર્મથી સર્વથા મુક્ત થવા ઇચ્છતો હો તો નિયત એવા આને (જ્ઞાનને) ગ્રહણ કર.
एदम्हि रदो णिच्चं संतुट्ठो होहि णिच्चमेदम्हि ।
एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ।। २०६ ॥
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ! ઉત્તમ થશે. ૨૦૬.
અર્થ : (હે ભવ્ય પ્રાણી !) તું આમાં (-જ્ઞાનમાં) નિત્ય રત અર્થાત્ પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા; (આમ કરવાથી) તને ઉત્તમ સુખ થશે.
कोणा भणिज्ज बुह परदव्वं मम इमं हवदि दव्वं । अप्पाणमप्पणो परिगहं तु णियदं वियाणंतो ॥ २०७ ॥ ‘પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય' એવું કોણ જ્ઞાની કહે અરે ! નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે ? ૨૦૭.
અર્થ : પોતાના આત્માને જ નિયમથી પોતાનો પરિગ્રહ જાણતો થકો કયો જ્ઞાની એમ કહે કે આ પરદ્રવ્ય મારું દ્રવ્ય છે ?
मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज । णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ ॥ २०८ ॥
પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનેં ખરે,
હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮.
અર્થ : જો પરદ્રવ્ય -પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું. કારણ કે હું તો જ્ઞાતા જ છું તેથી (પરદ્રવ્યરૂપ)
પરિગ્રહ મારો નથી.
छिज्जदु वा भिज्दु वा णिज्जदु वा अहव जादु विप्पलयं ।
जम्हा तम्हा गच्छदु तह वि हु ण परिग्गहो मज्झ ॥ २०९ ॥