SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયોનું સંકલન કરવાનો નમ્ર પ્રયત્ન કરેલ છે. બધા જ ભવ્ય પાત્ર જીવો આ વિષયોનો ધીરજપૂર્વક અને ગંભીરતાથી અભ્યાસ કરી સમ્યગ્દર્શન અને પરંપરાએ મોક્ષ પામે એ જ વિનમ્ર ભાવના ! પુજ્ય ગુરુદેવશ્રીના મંગલ આશીર્વાદઃ સમ્યગ્દર્શન પામશે.....પામશે....પામશે જ! શાસ્ત્રવાંચન, વિચાર, શ્રવણ, મનન કરીને સંસ્કાર દઢ કરતા મુમુક્ષુ સમ્યગ્દર્શન પામશે જ ! મીઠાં મધુરાં આવા શાસ્ત્રો છે, એને વાંચવાને વખત લ્ય, એને વાંચે, વિચારે અને સંસ્કાર તો નાખે! ભલે આ ભવે સમ્યગ્દર્શન ન થાય, પણ એના સંસ્કાર નાંખીને પુણ્યબંધ કરે તો પણ એ સ્વર્ગમાં કે સારા મનુષ્યપણામાં જાય. બે-ચાર-પાંચ કલાક વાંચન-વિચાર-મંથન કરે કે રાગથી ભિન્ન અત્મતત્ત્વ શું ચીજ છે? એમ રાગથી ભિન્ન પડવાના સમ્યક સંસ્કાર નાખે અને ભિન્ન પડવાના ભાવમાં પુણ્ય પણ સાથે છે. તેથી તે જીવ ભલે આ ભવમાં સમ્યગ્દર્શન ન પામે તો પણ એ સ્વર્ગમાં કે સારા મનુષ્યભવમાં જઈને ત્યાં સમ્યગ્દર્શન પામશે, પામશે જ - એમ અહીં વાત છે, ન પામે એ વાત છે જ નહિ. અહીં તો પામશે જ - એ એક વાત છે. અપ્રતિહતની વાત છે, કેમ કે દરરોજ બે ચાર કલાક આવી વાત સાંભળીને – વાંચીને એણે અંદર એવા સંસ્કાર નાખ્યા છે કે આ રાગ તે હું નહિ, પણ અંદર ચિદાનંદ ભગવાન તે હું - એમ સંસ્કાર નાખ્યા છે; જેમ માટીનું નવું માટલું હોય તેમાં પાણીનું ટીપું પડે તો ચૂસાઈ જાય પણ ચૂસાઈ જવા છતાં વધતાં વધતાં ઉપર આવે છે, તેમ ત્રણે કાળે અને ત્રણે લોકમાં હું રાગથી ભિન્ન છું, પુણ્ય પરિણામને ને મારે કાંઈ સંબંધ નથી એવા જ્ઞાનના આત્મામાં સંસ્કાર પાડે તો પણ એ આગળ વધીને કાં તો સ્વર્ગમાં જઈને કાં તો મહાવિદેહમાં પરમાત્મા બીરાજે છે ત્યાં મનુષ્યપણે જન્મીને પોતાના આત્મકલ્યાણને - સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી લેશે જ! આવા માર્ગના જેને અંદરમાં સંસ્કાર બેસશે તેને પુણ્ય પણ ઘણું થઈ જાય, એવા જીવોને કાં તો સારું મનુષ્યપણું મળે કે જ્યાં - મહાવિદેહમાં - ભગવાનનો યોગ હોય ને કાં તો સ્વર્ગમાં જાય ને પછી ભગવાન પાસે જાય. માટે શાસ્ત્રવાંચન-વિચાર-શ્રવણ-મનન કરવું ને આ સંસ્કાર નાંખવા. તું સની ઊંડી જિજ્ઞાસા કર, જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે, તારી મતિ સરળ ને સવળી થઈ આત્મામાં પરિણમી જશે. સહુના સંસ્કાર ઊંડા નાખ્યા હશે તો છેવટે બીજી ગતિમાં પણ સત્ પ્રગટશે. માટે સના ઊંડા સંસ્કાર રેડ. મહેનત ફોગટ નહિ જાય. જીવ એકલો આવ્યો, એકલો રહે છે અને એકલો જ જાય છે, તે એકલો જ છે, તેને જગત સાથે શો સંબંધ છે? ભાઈ ! આ શરીરના રજકણ અહીં જ પડ્યા રહેશે અને આ મકાન-મહેલ પણ બધાં પડ્યા જ રહેશે. એમાંની કોઈ ચીજ તારા સ્વરૂપમાં નથી, એ બધી જીવ સ્વરૂપથી ભિન્ન છે. તું તો જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છો ને! પ્રભુ! તું તેમના મોહપાશમાંથી નીકળી જા. હવે લુંટાવાનું રહેવા દે. તું તારા એકત્વ વિભક્તપણાને (પોતાથી એકત્વ અને પરથી વિભક્ત) પામી એકલો નિજાનંદને ભોગવ.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy