SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જાણું ત્યારે તેઓએ સનંદનના હૃદયની પિતાના હૃદયના કરતાં વધારે યેગ્યતા જાણી પિતાના હૃદયમાં તેમના ઉપર રહેલી ઈષનો ત્યાગ કર્યો. તે દિવસથી તે સનંદનને શ્રી શંકરભગવાને પદ્મપાદ ( જેના ચરણની નીચે કમલ ઉપજ્યાં ) એવું નામ આપ્યું. ' કોઈ વેલા શંકરભગવાને પિતાના શિષ્યોને વેદાંતનું અધ્યયન કરાવતાં આ જગતનું અભિન્નનિમિત્તપાદનકારણ ઈશ્વર છે એમ કહ્યું. તે સાંભળી ત્યાં બેઠેલા બહુગર્વવાળા પાશુપતમતવાળાઓએ કહ્યું કેટ—“ કાર્ય, કારણ, વેગ, વિધિ ને દુઃખાંત એવા પાંચ પદાર્થોને ભગવાન પશુપતિએ નિર્માણ કર્યા છે. મહાત્વાદિ કાર્ય કહેવાય છે, પ્રકૃત કારણ કહેવાય છે, ચિત્તને પશુપતિમાં નિરોધ યોગ કહેવાય છે, સ્વારે બપોરે ને સાંજે સ્નાન કરવું ઇત્યાદિ વિધિ કહેવાય છે, અને સર્વ દુઃખોની નિવૃતિરૂપ મેક્ષ દુઃખાંત કહેવાય છે. તેમાં પ્રકૃતિ આ જગત નું ઉપાદાનકારણ છે, અને ભગવાન પશુપતિ આ જગતનું નિમિત્તકારણ છે. જેમ ઘડાનું ઉપાદાનકારણ માટી ને ઘડાનું નિમિતકારણ કુંભાર છે, તેમ આ જગતનું ઉપાદાનકારણ પ્રકૃત્તિ ને આ જગતનું નિમિત્ત કારણ ભગવાન પશુપતિ છે. તમે ઈશ્વરને આ જગત ના ઉપાદાનકારણરૂપ માને છે તે યોગ્ય નથી, કેમકે અવયવવાળું, જડ ને અશુદ્ધ આદિ લક્ષણવાળું જગત તેનાથી વિપરીતલક્ષ વાળા ઈશ્વરમાંથી ઉત્પન્ન થઈ શકે નહિ. વળી જે આ જગત ઈશ્વરમાંથી થયું હોય તે આ જગતમાં ઈશ્વરના ધર્મો જણાવા જોઈએ, પરંતુ તે જાણતા નથી, માટે પણ આ જગત ઈશ્વરમાંથી ઉપજયું નથી એમ સિદ્ધ થાય છે.” પાશુપતમતાભિમાનીએના ઉપર જણાવેલા પૂર્વપક્ષનું સમાધાન ભગવાન શંકરે આ પ્રમાણે કર્યું -“ઈશ્વરથી ભિન્ન જે આ જગત નું અન્ય ઉપાદાનકારણ હોય તે શ્રુતિમાં એક ઈશ્વરના જ્ઞાનથી સર્વનું
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy