SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ - • • • પશ્ચિની • • • એનું સુંદર, નેહાસક્ત મોટું સ્મરતો સ્મરતે મરી શકત ! રંગરે રાજપૂત ! વાહ રાણાજી! જે સ્ત્રીએ માત્ર તમારા પ્રાણ બચાવવા, કેવળ તમારા પ્રેમ ખાતર, પોતાના શરીરનું, પિતાના આત્માનું બલિદાન આપવાની તત્પરતા દાખવી, તેને માટે આ શબ્દો? આ બદલે ? મહારાણા તમે પુરુષ છે;–પદ્મિનીના માલેક છે એ તમે ભૂલી શકતા નથી. પણ હવે હું જાઉં. દલીલો કરી કરીને થાક્યો છું, અને હવે તે સમય પણ થવા આવ્યું. શહેનશાહની બેગમ બનતાં પહેલાં રાણાની સાથે પદ્મિનીએ ટુંકી મુલાકાત માગી છે; અને શહેનશાહે મંજૂર કરવાની ઉદારતા બતાવી છે; જીવનના પરમસુખની ઘડી વેડફાઈ. ન જાય એનું ધ્યાન રાખજો, રાણા ! સલામ ! [ કાજી જવા જાય છે. રાણા એકદમ ધસે છે, અને કાજીને હાથ જોરથી પકડી રાખે છે. ] ઉભા રહો, કાજી! મારું એક કામ કરો. મારે એ કુલટાનું મેટું નથી જેવું; તમે એને પાધરી ઉપાડી જજે.
SR No.006072
Book TitlePadmini
Original Sutra AuthorN/A
AuthorKrishnalal Shreedharani
PublisherNavyug Pustak Bhandar
Publication Year
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy