SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 81 સ્વાનુભૂતિ સંપન્ન શ્રી ખીમજીબાપાનો સંક્ષિપ્ત જીવન પરિચય નામ : શ્રીયુત ખીમજીભાઈ વાલજીભાઈ વોરા પિતા : વાલજીબાપા કે માતા : ભચીબાઈ/રતનબાઈ વતન : ગામ નારણપુરા, તાલુકા અબડાસા, કચ્છ. | (જેનોના ૬૦ ઘરનું, ૪૦૦-૪૫૦ વસ્તીવાળું ગામ) જન્મ : સં. ૧૯૭૪, માગશર સુદ ૨, ઈ.સ. ૧૯૧૮ | (જન્મકુંડળી અનુસાર આયુષ્ય વર્ષ ૭૨) અવસાન ઃ સં. ૨૦૬૧, કારતક વદ ૯, ઈ.સ. ૨૦૦૫ - વર્ષ ૮૭ અભ્યાસ પ્રારંભ પાંચ વર્ષની વયે, પાંચ વર્ષ ગામમાં અભ્યાસ પછી ૯ વર્ષ મોસાળના ગામ ડુમરામાં, ત્યારની ગુજરાતી ૭ = વર્નાકયુલર ફાઈનલ સુધીનો અભ્યાસ = અંગ્રેજી ૩ ધોરણ સુધી ત્યારપછી બા. બ. કબુબાઈ આશ્રમમાં સંસ્કૃત બે ચોપડી તથા જેન ધાર્મિક પંચ પ્રતિક્રમણ, જીવવિચાર, કર્મગ્રંથ, નવતત્ત્વ, દંડક, સંગ્રહણી સુધી અભ્યાસ કર્યો. વિચારોમાં ધાર્મિકતા, જીવનમાં સાદાઈ, વર્તણુંક ઉમદા, સ્વભાવમાં સરળ, ભણવામાં કાળજી, નિયમિતતા અને હોંશિયારી તથા કંઠ મધુર તેથી કબુબાઈના પ્રીતિપાત્ર થઈ પડેલા. આટલું ભણી, ગામના બાલાશ્રમમાં ૧૪ વર્ષની વયે માસિક ૩૦ નોકરીના પગારથી * શિક્ષક બેન્યા. ત્રણ વર્ષ રહ્યા. કુટુંબની આર્થિક નબળી સ્થિતિને કારણે આગળ અભ્યાસ ન થઈ શક્યો. દાદા નેણશીબાપા અને દાદી મેઘ કે જેઓ રોજેરોજ જૈનધર્મની વાર્તાઓ સંભળાવતા તેમના અવસાન પછી માતા અને પિતાની છત્રછાયામાં જીવન ઘડતર થયું. સામાયિક, દર્શન-પૂજન, પ્રતિક્રમણ, રાત્રીભોજન ત્યાગ, પોષધ આદિ પાળવું સ્વાભાવિક બન્યું. તે કાળમાં અચલગચ્છમાં સાધુ નહિ તેથી યતિની નિશ્રામાં ધર્મધ્યાન થયાં. અચલગચ્છમાં તે કાળમાં પ્રથમ દિક્ષા ગીતમસાગરજીની થઈ જેની પરંપરામાં દાનસાગર અને નેમસાગર થયા. ત્યારે સાધુ સંખ્યા માત્ર ૪પની જ હતી અને સાધ્વી. ૧૭પ. પૂજ્ય નેમસાગરજી તેમના કુટુંબી થતા હતા. ગામના શ્રાવક ઠાકરશી ડુંગરશી તથા માવજી લઘુભાઈ શ્રીમદ્ રાજચંદ્ર તથા કાનજીસ્વામીના રાગી હતા તેથી તેમનો સત્સંગ થતાં તે દાર્શનિક સાહિત્યનું સુધાપાના થયું. શ્રાવક ઠાકરશી બાપાને દેવી સહાય હતી. સંવંત ૧૯૮૨માં નવ વર્ષની વયે મહાત્મા ગાંધી નારણપુર ગામે પધારતા તેમના
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy