SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 26 ઉડાવે છે. સુમતિના મનમાં સવાલ જાગે છે કે મને કયારે મારા મનનો મેળાપી મળશે. મનના મેળાપી વગરની રમત એ તો કોઈ મૂર્ખ રેતીના કોળિયા વાળે. તેના જેવી છે. આ ભાવ પ્રગટ કરતા કવિ કહે છે, મુને મારો વર મિનશે મનમેનુ. મુને. मनमेलु विण केलि न कलीए, वाले कवल कोई वेलू.' કેટલાંક પદમાં સુમતિ કુમતિની બૂરી સોબત વર્ણવે છે, તો કેટલાંકમાં સુમતિ પોતાનો અને કુમતિનો ભેદ દર્શાવે છે. આ કુમતિમાં તો લુચ્ચાઈ, અભિમાન અને માયા છે, જયારે પોતાનાં સગાં-સંબંધીમાં તો સરળતા અને કોમળતા છે. આ કુમતિમાં આશા, તૃષ્ણા, લોભ અને ક્રોધ છે, જ્યારે એ પોતે શાંતિ, દમન અને સંતોષથી શોભાયમાન છે. આ કુમતિમાં આત્માની મૂળ કલાને કલંકરૂપ એવું પાપ છે, જ્યારે પોતાના મંદિરિયે તો આનંદઘન નિત્ય ઓચ્છવ કરી રહ્યા છે. આથી આવી કુમતિ છોડીને મારી પાસે આવો. ચેતનને જાગ્રત કરતાં સુમતિ એને એના સાચા ઘરનો ખ્યાલ આપતાં કહે છે : ચેતન, ગુલાતમવું ધ્યાવો, पर परचे धामधूम सदाई, निज परचे सुख पावो, ચેતન ! શુદ્ધાતન ધ્યાવો.' આ ચેતન એટલે કે આત્મા કેવો છે ? જેમ અભિનેતા અભિનય કરતો. હોય ત્યારે પોતે એમાં તદ્રુપ હોવાથી ભ્રમણામાં પડી જાય છે અને એ ભ્રમણા દૂર થાય ત્યારે એ પોતાની જાતને સમજી શકે છે. આમ કુમતિને કારણે ચેતનને માનસિક ભ્રમણા થાય છે. બાજી એ માંડે છે અને બાજીગર પણ એ જ છે. ખટરાગ કરનાર અને છોડાવનાર પણ એ જ છે. જેના દર્શન કહે છે કે આત્મા જ તારો મિત્ર છે અને આત્મા જ તારો શત્રુ છે. દુનિયાની જાળમાં ફસાયેલો આત્મા કુમતિ સાથે વસે છે, પરંતુ નિજસ્વરૂપની ઓળખ પ્રાપ્ત થતાં તે આનંદસ્વરૂપ આત્માને ઓળખે છે. આનંદઘન કહે છે - "देखो एक अपूरव खेला, आप ही बाजी, आप ही बाजीगर, आप गुरु आप चेला.'
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy