________________
અને ૮ ]
પૂર્વના સંબંધને ત્યાગ કરીને, કયાંય પણ નેહ ન કરે. હ કરનારાં-સંબંધીઓ પ્રત્યે પણું સ્નેહ વિનાને એ ભિક્ષુ દેષ અને પ્રદેષથી મુક્ત થાય છે. ૨ અતિસમૃદ્ધ શેડ) ને ઘેર ઈન્દ્રદત્તે એને માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરી. ત્યાં કપિલ એક દાસીના પ્રેમમાં પડ્યા.
એક વાર દાસીઓને ફૈત્સવ આવ્યો ત્યારે એ દાસી પાસે પત્રપુષ્પાદિ માટે ધન નહિ હોવાથી તે રડવા લાગી. એ નગરમાં ધન નામે એક શેઠ પ્રભાતે જે પહેલે આવીને પિતાને વધાવે તેને બે માસા સુવર્ણ આપત હતે, એની પાસે જવાનું દાસીએ કપિલને કહ્યું. લેભ અને ઉત્સુક્તાને કારણે કપિલ રાત્રે જ નીકળે, એટલે તેને નગરરક્ષકોએ પકડીને રાજા પાસે રજૂ કર્યો. રાજાએ પૂછયું, એટલે તેણે સાચી વાત કહી. એથી પ્રસન્ન થઈને રાજાએ તેને ઈચ્છિત વસ્તુ માગવાનું કહ્યું. આથી તે ઉદ્યાનમાં જઈને કેટલું માંગવું એને વિચાર કરવા લાગે. લેભને કારણે તેને એક કટિ માંગવાના વિચારથી પણ સંતોષ થયો નહિ. એટલામાં શુભ ધ્યાનમાં આરૂઢ થયેલા તે પૂર્વજન્મનું સ્મરણ કરીને તથા પોતાના પાપાચારથી વિરક્ત થઈને સ્વયંભુદ્ધ થયે, અને પિતાને હાથે કેચ કરી રાજા પાસે આવ્યો. રાજાએ પૂછયું એટલે તેમણે કહા હો તદા તીર્ણો એ પદ્ય (જુઓ સૂત્ર ૧૭) ઉચ્ચાર્યું, અને “ધર્મલાભ” કહીને ત્યાંથી ચાલ્યા ગયા. છ માસ પછી તેમને કેવલ જ્ઞાન થયું.
, હવે, રાજગૃહ નગરથી અરાઢ જિન દૂર આવેલી એક અટવીમાં રહેતા પાંચસે ચોરો પ્રતિબોધ પામશે એમ નથી જાણીને કપિલે ત્યાં ગયા. ચારે એમને બાંધીને પિતાના સેનાપતિ પાસે લઈ ગયા. પછી ત્યાં તેઓએ ગમત ખાતર કપિલને નૃત્ય કરવા કહ્યું કપિલ બેલ્યા: “પણું કોઈ બજાવનાર નથી.” પાંચસો યે ચોર તાળી પાડવા લાગ્યા, અને કપિલે મધુ અનાસમિ. એ પલ (સૂત્ર ૧) ગાયું. એ સાંભળીને કેટલાક ચોર પ્રતિબંધ પામ્યા. એ પછી આગળનું પ્રત્યેક પદ્ય ગાતાં તેઓ ઉપર્યુક્ત મધુવે વાળું પદ્ય ધ્રુવપદ તરીકે ગાવા લાગ્યા, અને એમ કરતાં સર્વ ચેરે विजहित्तु पुव्वसंजोग' न सिणेहं कहिंचि कुव्वेज्जा । असिणेह सिंणेहकरेहिं दोसपओसेहि मुच्चए भिक्खू २
૨. સં . રૂાવ