________________
[ ઉતરાધ્યયન સૂત્ર
જેમ હાથણીઓથી વીંટળાયેલે સાઠ વર્ષને હાથી બળવાન અને દુધ હોય છે એવા બહુશ્રુત મુનિ હોય છે, ૧૮.
જેમ તીણ શિંગડા અને મજબૂત ખૂધવાળો યૂથને અધિપતિ વૃષભ વિરાજે છે એવા બહથત મુનિ હોય છે. ૧૯
તીણ દાઢવાળે, ઉગ્ર અને દુધર્ષ સિંહ તમામ વનપશુઓમાં મુખ્ય હોય છે એવા બહુશ્રત મુનિ હોય છે. ૨૦
શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનાર વાસુદેવ જેમ અપ્રતિત સામર્થ્યવાળા સુભટ છે એવા બહુશ્રુત મુનિ હોય છે. ૨૧
(હાથી, ઘોડા, રથ અને પદાતિની) ચાર સેનાઓવાળો, મહાન ત્રાદ્ધિવાળો અને ચૌદ રત્નને અધિપતિ ચક્રવર્તી શોભે છે એવા બહુશ્રુત મુનિ હોય છે. ૨૨
૧. મૂળમાં સક્રિડાળે (સં. વૃષ્ટટ્ટારર) શબ્દ છે. મહાભારતમાં તથા કેટલાક બૌદ્ધ ગ્રંથમાં સાઠ વર્ષના હાથી માટે આ શબ્દ વાપરેલો છે. જો કે કૌટિલ્યના અર્થશાસ્ત્ર(૧૩૬=૧૫માં ચોવીસ વર્ષના હાથીને ઉત્તમ કહેલો છે.
૨. જૈન પરંપરા અનુસાર, ચક્રવત પાસે સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત, હસ્તી, અશ્વ, સુથાર (વર્ધકી), સ્ત્રી, જ, છત્ર, ચામર, મણિ, કાકિણી, ખર્શ અને દંડ એ ચૌદ રત્ન હોય છે બૌદ્ધ પરંપરા અનુસાર સામાન્ય રીતે, ચક્ર, હસ્તી, અશ્વ, મણિ, સ્ત્રી, ગૃહપતિ અને સેનાપતિ એ સાત હોય છે. जहा करेणुपरिकिण्णे कुअरे सहिहायणे। बलवन्ते अप्पडिहए एवं हवइ बहुस्सुए जहा से तिकवसिङ्गे जायखन्धे विरायई । वसहे जूहाहिबई एवं हवइ बहुस्सुए जहा से तिक्खदाढे उदग्गे दुप्पहंसए । सीहे मियाण पवरे एवं हवइ बहुस्सुए जहा से वासुदेवे सङ्खचक्कगदोधरे । अपडिहयबले जोहे एवं हवइ बहुस्सुए जहा से चाउरन्ते चक्कवट्टो महड्ढिएँ । चोदसरयणाहिबई एवं हवइ बहुस्सुए