SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સુખનાં સરળ સાધનો સુખ એ પ્રાણીમાત્રની ઈચ્છાને વિષય છે. એ સુખની પ્રાપ્તિ માટે જ જીવનભર તે પ્રયત્ન કરતે રહે છે, છતાં સુખ તેનાથી દૂર ને દૂર જતું તેને ભાસે છે. સુખરૂપ એક સુંદર ફલ છે. પરંતુ જે તરઉપર તે રહેલું છે તે તરુ બહુ જ ચમત્કારિક છે. સુખની પ્રાપ્તિ માટે–તે સુંદર મેહક ફલને લેવાને માટે તે જયાં હાથ લંબાવે છે ત્યાં તે તરુવર પણ ઊંચું જતું જાય છે. પરિણામે તે ફલ તેને પ્રાપ્ત થતું નથી. અંતે નિરાશામાં તેનું આયુષ્ય પૂર્ણ થાય છે. આમ થવામાં તે ફલની પ્રાપ્તિ માટે કેઈ અપૂર્વ શક્તિ-સામર્થ્યની તેને જરૂર છે. એ સામર્થ્ય પ્રાપ્ત થતાં તે સુંદર ફલ તેને સહજમાં હસ્તગત થાય છે. આ શકિત–સામર્થ્ય તે અધ્યાત્મશક્તિ છે. તે સામર્થ્યનું મૂલ પરમતત્ત્વ પરમાત્મા છે. તેમાંથી એ સામર્થ્ય પ્રાપ્ત થતાં મનુષ્ય સુખરૂપ થઈ રહે છે. આ પરમતત્વમાંથી એ સામર્થ્ય પ્રાપ્ત કરવાના સરળ સાધન જે મનુષ્યને પ્રાપ્ત થાય તે તે બહુ સરળતાથી આ અદ્ભુત ફલને પ્રાપ્ત કરી શકે. આવાં સરળ સાધને દર્શાવવાને શ્રીમાન વિશ્વવંદ્યને પ્રયત્ન છે. તેમના અંતઃકરણમાં એક જ ઊર્મિ પ્રબળપણે ઉછાળા મારતીઃ “મનુષ્ય પોતાની આધ્યાત્મિક, માનસિક, શારીરિક અને આર્થિક ઉન્નતિના શિખરે ચઢી અત્યંત ઉત્કૃષ્ટ સુખાનુભવમાં અખંડ સ્થિતિ કરે, તે માટે તેને બહુ સરળ રાજમાર્ગ ઉપર ચઢાવી દેવું જોઈએ.” આવા રાજમાર્ગની શોધ માટે નિરંતર તેમની જિજ્ઞાસા રહેતી અને એના પરિણામે એમના અંતર્યામી ઈશ્વરને પ્રાર્થતાં–જે ઈશ્વર એમના પ્રેમદેહની કે જ્ઞાનદેહની દિવ્યદૃષ્ટિને પ્રત્યક્ષ હતા તેમને પ્રાર્થતાં જે સુંદર વિચારશ્રેણી તેમને અંતરમાં સ્જરેલી છે તે જ આલેખવાને પ્રયત્ન કર્યો છે એ પુસ્તકના આરંભમાં જ વાચકને જણાશે. આપણું શાસ્ત્રો તે ડિડિમ વગાડીને કહે છે: પરમાત્મા આનંદધન-સુખઘન છે. તેમાં તન્મયતા થતાં મનુષ્ય અવર્ણનીય આનંદપભોગ કરવા સુભાગી થાય છે. તે જ પ્રમાણે બાઈબલ પણ કહે છે:-Seek ye first the kingdom of God, and all these things shall be added unto you. પ્રથમ પરમેશ્વરનું પદ પ્રાપ્ત કરે અને પછી ઈહ પરલોકનાં સર્વસુખ તમારા માટે જ છે! બંધુઓ, આ અચલ સિદ્ધાંત છે. શ્રીમાન વિશ્વવંદ્યની લેખિની તમને એ અદ્ભુત સુખના સિંધુમાં નિમજજન કરવાની અનેક સરળ યુક્તિઓ આપવા સમર્થ હતી. પરંતુ આ ગ્રંથ શ્રી મહાકાલ માસિકના છએક અંકમાં જ પ્રકટ થઈ પછી અપૂર્ણ રહ્યો છે તેથી નિરાશ
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy