________________
ચૂંટણીએ લડીએ છીએ, ન્યાયતંત્ર, અને પેાલીસતંત્ર ચલાવીએ છીએ, અર્થાત પાર્લમેન્ટ-ધારાસભા-અદાલત-દવાખાનાંવાળા ગણાઈ એ છીએ. એટલે ડિકન્સની એ નિત્ય-નૂતન નવલકથાના કેટલાય અંશે આપણને સારી પેઠે સ્પર્શી જાય છે.
ડિકન્સના મૂળ અંગ્રેજી ભાષાના વિદો, કટાક્ષા અને મા બીજી ભાષામાં ભારાભાર ઉતારવાં એ તે બહુ અધરું કામ કહેવાય. પરંતુ ‘પિકવિક ક્લબ'ના સંપાદક એ કામ સફળતાથી કેટલે અંશે પાર પાડી શકયા છે, તેના નિર્ણય વાચક પોતે જ કરી લેશે.
ડિકન્સ જેવા નિષ્ઠાવાન લેખક પોતાના સમાજનાં અમુક અંગાની માત્ર ઠેકડી કરીને બેસી રહે તે। જ નવાઈ. આ નવલકથામાં તા તેણે માનવસ્વભાવની કેટલીક ઉજવળ બાજુએ પણુ એવા જ ઉત્તમ કસબથી રજૂ કરી છે. તે અંગેના જે કેટલાક ઉત્તમ નમૂનાઓ તેણે રજૂ કર્યાં છે, તે વાંચી આપણે ધન્યતાની લાગણી અનુભવ્યા વિના રહી શકતા નથી.
ડિકન્સે ઉપરાંતમાં આ નવલકથામાં કેટલીક જગાએ કાઈ પાત્ર પેાતાની આપવીતી કહેતું હાય । પાતે જોયેલી અમુક ખીના ૩ ઘટના કહી બતાવતું હોય એવા પ્રસંગા ઊભા કરીને કેટલીક હૃદય હલમલાવી મૂક્રે એવી આડકથાઓ પણ રજૂ કરી છે.
આ નવલકથા ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરીને અમે એક પ્રકારનું ઋણ અદા કર્યાંના પણ સંતેષ અનુભવીએ છીએ, સ્વ॰ શ્રી. મગનભાઈ દેસાઈ એ પરિવાર સંસ્થા મારફત વિશ્વસાહિત્યની કેટલીક ઉત્તમ નવલકથાના ગુજરાતી સંક્ષેપે વાચકને ઉપલબ્ધ કરી આપવાની જોરદાર પ્રવૃત્તિ ઉપાડી હતી. અને એ રીતે કેટલીક ઉત્તમ નવલકથાઓ ગુજરાતને મળી પણ ચૂકી છે. આ તથા બીજી તરત જ પ્રકાશિત થનારી થાડીક નવલકથા એમના એ હેતુ પાર પાડવામાં યત્કિંચિત્ મદદરૂપ થશે, એ વાતને પણ અમને આછા સંતાષ નથી. પુ પટેલ
૨૧-૪-૨૪