SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ જેલ મહેલમાં ૩૫૧ અઠવાડિયે એક પાઉંડ ભાડું લેવાનું નક્કી કરીને તેણે રાજી થઈને મિ॰ પિકવિકને ખાલી કરી આપ્યા. રાકરે અઠવાડિયે સાડી સત્તાવીસ શિલિંગે મિ॰ પિકવિકને એક શેતરંજી, છ ખુરસીઓ, એક ટેબલ, સાફા-એડ, ચાની કીટલી– એટલી ચીજો ભાડે આપી; તથા હવે પેાતે તેમની વધુ શી સેવા બજાવે એમ પૂછ્યું. kr મિ॰ પિકવિકે તેને પૂછ્યું, “ અહીં કાઈ બહારના ફેરાફાંટા ખાનારા માણુસ મળી શકે ?” “ બહારના ?” “ હા; અર્થાત્ કાઈ બહાર જઈ શકે – કેદી ન હેાવાને કારણે એવા માણુસ ?” “હા, હા; ગરીબ-વિભાગમાં રહેતા એક કેદીનેા સગેા બહારથી અહીં આવ્યા કરે છે. તે આવા ફેરાકાંટાનું કામ કરે છે. હું તેને તમારી પાસે મેાકલું ?” “હા, હા, જરૂર મેાકલજો. પણુ તમે ગરીબ-વિભાગનું નામ દીધું, તે શું અહીં એવા કાઈ વિભાગ પશુ છે ? તે તરફ હું પોતે જ એક વખત જઈ આવવા માગું છું, "" દેવાદારાની જેલને ગરીબ-વિભાગ, એટલે તેના નામ ઉપરથી જ સૂચિત થાય છે તેમ, બહુ જ કંગાળ અને તુચ્છ દેવાદારાને પૂરી રાખવાને વિભાગ. પેાતે ગરીબ-વિભાગમાં જવા માગે છે એમ દેવાદાર જાહેર કરી દે, એટલે પછી તેને ભાડું આપવું પડતું નથી. તેને ખાવાનું થેાડુંઘણું મળી રહે, પણ તેય કેટલાક દાનવીર લેાકેાએ પેાતાના વીલમાં એ લેાકેા માટે લખી આપેલી રકમેામાંથી. એ જેલની ભીંતમાં બહારથી નજરે પડે એવું મજબૂત સળિયાનું એક પાંજરું જડી દેવામાં આવેલું હતું. તેમાં બેઠેલા ગરીબ દેવાદાર હાથમાં એક દાન-પેટી ખખડાવ્યા કરતા અને જતા-આવતાને કહેતા, “ગરીબ દેવાદારાને ભૂલશે। નહિ; તેમને
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy